ભાટિયા ચકલાથી કાર્યવાહીનો પ્રારંભ
2001ના વિનાશક ભૂકંપ બાદ હલબલીને વધુ નબળી થયેલી મુન્દ્રા ની દાયકાઓ જૂની બંધ હાલત માં ઉભેલી જર્જરિત ઇમારતો જીવલેણ સાબિત થાય એવી લાંબા સમયની દહેશત વચ્ચે આવી ઇમારતો ધસવાનું કાર્ય અંતે મુન્દ્રા બારોઇ નગરપાલિકા દ્વારા શરૂ કરાયું છે.મુન્દ્રા નગરના કોટ અંદરના વિસ્તારમાં ભાટિયા ચકલા સ્થિત દાયકાઓ જૂની બે જર્જરિત ઇમારતો ને તોડવાનું કામ ચાલુ થયુ. છે.
મંગળવારે સવારથી જર્જરિત ઇમારતના ઉપર ના ભાગનો મલબો નીચે પડતો જોવા મળ્યો હતો. જેથી જાહેર રોડ પર કાટમાળનો ઢગ ખડકાયેલો દેખાયો હતો . ભાટિયા ચકલા વિસ્તાર માં જર્જરિત ઇમારતો પાડવાનું ચાલુ હોવાથી વાહનચાલકો અને રાહદારીઓને સાવધાની રાખવા નગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે ..
સુધરાઇ ના ચીફ ઓફિસર વૈભવભાઈ વ્યાસ એ જણાવ્યું કે આગામી દિવસો માં ભાટિયા ચકલા વિસ્તાર માં બીજી ઇમારત પાસે વિધુત લાઇન પસાર થતી હોવાથી પીજીવીસીએલ ની મંજૂરી લઈ લાઇટ બંધ કરાવી બિલ્ડિંગ નો જર્જરિત ભાગ ધસવામાં આવશે.

