માંડવીના મુખ્ય પોસ્ટ માસ્તરને વિદાયમાન

માંડવીની મુખ્ય પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તર વાલબાઈબેન જીવરાજભાઈ ગઢવી વય મર્યાદાના કારણે નિવૃત્ત થતાં તેમને વિદાયમાન આપવા માંડવી નાની બચત એજન્ટ એસોસિયેશન તરફથી સમારોહ યોજાયો હતો. ભારતીય પોસ્ટલ એમ્પ્લોઇઝ એસોસિયેશન કચ્છ જિલ્લાના પ્રમુખ કરસનભાઈ ગઢવીના પ્રમુખસ્થાને એસો.મના પ્રમુખ દિનેશભાઈ શાહે સૌને આવકાર્યા હતા. સન્માન પત્રનું વાંચન એસો.ના ઉપપ્રમુખ એમ.જી. શાહે કર્યું હતું. મંત્રી મૃદુલાબેન નાકર, ઉપપ્રમુખ મનસુખભાઈ શાહ, સભ્ય સુષ્માબેન શાહે પણ વાલબાઈબેનની સેવાને બિરદાવી હતી. નવા પોસ્ટ માસ્તર તરીકેનો ચાર્જ સંભાળનાર જીતેન્દ્રભાઈ ડોરૂનું પણ સન્માન કરી, તેમને આવકાર અપાયો હતો.