નીરોણાના પ્રથમ સરપંચનું સન્માન

નખત્રાણા તાલુકામાં નિરોણા ગામે સહારા ગ્રુપ દ્વારા ગામના પૂર્વ સરપંચોના સન્માનાર્થે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નિરોણા ગામના પ્રથમ સરપંચ સ્વર્ગસ્થ ડૉ. બી.ડી. આચાર્યનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. નિરોણાના પૂર્વ સરપંચ સ્વ. ડૉ. બી.ડી. આચાર્યને સહારા ગ્રુપ દ્વારા ગૌરવભેર આ સન્માન અપાયું હતું. ત્રણ ટર્મ સુધી સરપંચપદે રહી ગામના વિકાસમાં સદગતે આપેલા યોગદાનને બિરદાવાયુ હતું. તેમના પુત્રી ભુજના કમલાબેન વ્યાસે પિતા વતી સન્માનપત્ર સ્વીકાર્યું હતું. તેમણે સહારા ગ્રુપનો આભાર વ્યક્ત કર્યો હતો.