નખત્રાણા ખાતે શ્રીમદ ભાગવત કથામાં શ્રોતાઓ ઉમટી પડતા મંડપ ટૂંકો પડ્યો

ભાગવત શ્રવણથી પિતૃઓનો મોક્ષ થાય, ભવોભવના પાપ ટળે

નખત્રાણા ખાતે ગોપી મહિલા મંડળ આયોજિત ભાગવત કથામાં મંડપ શ્રોતાઓથી ઉભરાયો

નખત્રાણા ખાતે ગોપી મહિલા મંડળ દ્વારા નવાવાસ વાળંદ સમાજવાડી ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 14 નવેમ્બરથી 20 નવેમ્બર સુધી આ કથા યોજાશે

શાસ્ત્રી પ્રફુલ કૃષ્ણ જોશી દ્વારા કથા શ્રવણ કરાવવામાં આવી રહ્યું છે. કથા પ્રારંભે નખત્રાણા ઓમકારેશ્વર મહાદેવ મંદિરથી કથા મંડપ સુધી ભાવિક ભક્તો, સામાજિક, રાજકીય આગેવાનો , સંતો , મહંતો પોથીયાત્રામાં જોડાયા હતા

ગોપી મહિલા મંડળ તેમજ સ્થાનિક આગેવાનો દ્વારા વ્યવસ્થા સંભાળવામાં આવી હતી

સાધુ સંતો મહંતો રાજકીય આગેવાનો એ કથામાં હાજરી આપી હતી. કથા દરમિયાન શિવ ચરિત્ર, નરસિંહ પ્રાગટ્ય, વામન જન્મોત્સવ, શ્રી રામ જન્મોત્સવ , કૃષ્ણ જન્મોત્સવના પ્રસંગો ઉજવવામાં આવ્યા હતા. નાની બાલિકાઓ તથા ભૂલકાઓએ વિવિધ પાત્રો સાથે કથા મંડપમાં આકર્ષણ જમાવ્યું હતું.

નવાવાસ , પાંચાણીનગર, જુનાવાસ સહિત સમગ્ર નખત્રાણાના વિવિધ વિસ્તારોમાંથી શ્રોતાઓ પહોંચી આવતા જાણે કથા મંડપ પણ ટૂંકો પડ્યો હતો.

ગોવર્ધન પૂજા, 56 ભોગ, રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર સહિતના પ્રસંગો કથામાં યોજાશે. ગોપી મહિલા મંડળ તેમજ દાતા પરિવારોનો સહયોગ રહ્યો હોવાનું આયોજકોએ જણાવ્યું હતું

વક્તા પ્રફુલ કૃષ્ણ શાસ્ત્રીએ જણાવ્યું કે ભાગવત કથા શ્રવણથી પિતૃઓનો મોક્ષ થાય છે તેમને મુક્તિ મળે છે અને અને ભવના બંધન તથા કરેલા પાપો પણ મટે છે. કળિયુગમાં કથા શ્રવણ અમોઘ શસ્ત્ર છે.

બીબર આશ્રમના જગજીવનદાસજી, ખાનાય મંદિરથી ચેતન દાદા, ગઢસીસાથી ચંદુમા, વિરાણી આશ્રમથીા સુરેશદાસ બાપુ , જટાશંકર મહારાજ, તાલુકા ભાજપના પ્રમુખ ધર્મેશભાઈ કેસરાણી , નગરપાલિકા પ્રમુખ વસંત વાઘેલા, હરિસિંહ રાઠોડ, કારોબારી ચેરમેન ચંદનસિંહ રાઠોડ, હિરેન વ્યાસ, હિરેન ભટ્ટ, જીતેન્દ્રસિંહ જાડેજા , મયુર વાઘેલા, દેવાભાઈ રબારી, મનોજ મિસ્ત્રી સહિતના આગેવાનોએ મહિલા મંડળ દ્વારા આયોજિત કથા શ્રવણનો લાભ લીધો હતો.

દરમ્યાન કથાના વક્તા શાસ્ત્રી પ્રફુલકુષ્ણ જોશીનું સારસ્વત બ્રાહ્મણ મહા સ્થાન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું પ્રમુખ પ્રકાશભાઈ જોશી, મહામંત્રી દિનેશભાઈ જોશી, જીતેન્દ્રભાઈ જોશી, દેવેન્દ્રભાઈ જોષી, દિપકભાઈ જોશી, રાજુભાઈ જોશીએ સન્માન કર્યું હતું.

હિરેનભાઈ ભટ્ટ, દિનેશભાઈ મિસ્ત્રી , હરિભાઈ મિસ્ત્રી, ચમનભાઈ ગોસ્વામી, ધીરેનભાઈ રાજગોર, હિંમત મહારાજ, રાજ રાજગોર, સોમજીભાઈ પાંચાણી, રાધેશ્યામ જોશી , રાજેશભાઈ રબારી , સુરેશભાઈ જોશી, પ્રેમજીભાઈ સુરાણી, ગંગારામભાઈ વાળંદ, નટવરભાઈ વાળંદ , દિનેશભાઈ સોની , ગોપી મહિલા મંડળના આશાબેન ગોર , વર્ષાબેન જોશી, લીલાબેન વાળંદ, ધનુબેન આહીર, જયશ્રીબેન ગોસ્વામી , ધર્મિષ્ઠાબેન ભટ્ટ, સોનીબેન રબારી, કાજલબેન ભટ્ટ , લતાબેન ગોર, રેખાબેન ગોર, ગોદાવરીબેન વાળંદ, વિજયાબેન સોની , મિતલબેન પિત્રોડા સહિતના દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.