નવા વર્ષનું સ્નેહમિલન યોજાયું , પ્રશ્નો ઉકેલવા મંડળની સ્ક્રીયતાની ખાત્રી અપાઈ
અંજાર તાલુકા પેન્શન મંડળ દ્વારા નવા વર્ષ ની શુભેચ્છાની આપલે કરવા મંડળ પરિસરમાં યોજાયેલા સ્નેહમિલન પ્રસંગે પેન્શનરો, શ્રેષ્ઠિઓ અને રમતવીરોને સંબોધતા મંડળના પ્રમુખ પ્રવીણભાઈ લીંબાચીયાએ જણાવ્યું હતું કે પેન્શનરના પ્રશ્નોના નિરાકરણ માટે મંડળના હોદ્દેદારો સક્રિય છે. વિવિધ કચેરીઓ સાથે સંકલનથી પ્રશ્નોના ઉકેલ લાવવામાં આવે છે.
કેન્દ્ર અને રાજ્ય સરકાર હસ્તકની કચેરીઓમાં પેન્શનરોના પ્રશ્નોના ઉકેલ તેમજ આપવામાં આવતી વિવિધ સુવિધાઓને પ્રથમ અગ્રતા આપવામાં આવે છે. મંડળ દ્વારા હાથ ધરવામાં આવતા દરેક કાર્યોમાં શ્રેષ્ઠિઓનો સહયોગ મળી રહ્યો છે, તો જિલ્લા કક્ષાની રમતગમત સ્પર્ધામાં ભાગ લઈ વિજેતા બનનાર પેન્શનરોએ મંડળને ગૌરવ અપાવ્યું છે. તેવું તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે ઉપપ્રમુખ મનોજભાઈ જોશી, પૂર્વ પ્રમુખ બળદેવગીરી ગુસાઈ, વેલજીભાઈ આહીર , વી.એલ વોરા, વેલજીભાઈ વ્યાસ, જીવરામભાઈ ટાંકે પ્રસંગોચિત વક્તવ્ય આપીને મંડળને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી.
કાર્યક્રમના પ્રારંભે મંડળના પૂર્વ મંત્રી ગિરજાગર ગુસાઈએ પ્રાર્થના રજુ કરી હતી. મંચસ્થ પ્રમુખ પ્રવીણભાઈ લીમ્બાચીયા તથા હોદેદારોના હસ્તે દીપ પ્રગટ્ય કરવામાં આવ્યું હતું. મંચસ્થ મહેમાનોનું મંડળના હોદ્દેદારોના હસ્તે અભીવાદન કરવામાં આવ્યું હતું. મંડળના ખજાનચી સંજય લીલાધરભાઈ પરમારે પ્રસંગ પરિચય- આપતા સ્વાગત પ્રવચનમાં આવકાર આપી મંડળ દ્વારા હાથ ધરવામાં આવતી પ્રવૃત્તિઓમાં સ્વૈચ્છિક સંસ્થાઓના બાગ- બગીચામાં વૃક્ષારોપણ- આરોગ્ય અને આયુષ્ય ની જાળવણી , યોગ શિબિર, સમયાંતરે પ્રવાસ, આયુષ્યમાન જી-કાર્ડ કેમ્પ, રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી, પેન્શનર ડે જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તેમ કહ્યું હતું.
મંડળના મંત્રી રમેશભાઈ ચૌહાણએ રાજ્યના ઉ. શિ. અને ટેકનિકલ વિભાગના રાજય મંત્રી. ત્રિકમભાઈ છાંગાના શુભેચ્છા સંદેશાનું વાંચન કર્યું હતું. મંડળના કાર્યાલય અંદર તેમજ બહાર જરૂરી સુવિધાઓ અર્થે આર્થિક સહયોગ આપનાર તેમજ તાજેતરમાં માધાપર- કચ્છ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની સિનિયર સિટીઝન રમત- ગમત સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકો- શ્રેષ્ઠિઓ અનુક્રમે પ્રવીણભાઈ લીમ્બાચીયા કાનજીભાઈ રતળ, સિદ્દીકભાઈ ખત્રી, ગનુભા જાડેજા, ભરતભાઈ ચાવડા, ગિરજાગર ગુસાઈ, મનોજભાઈ જોશી, ચિતરંજનભાઇ છાયા , રાજેન્દ્રસિંહ ગોહિલ, સુરેશભાઈ ખોડિયાર , મીનાબેન ઠક્કર, જયશ્રીબેન પટેલનું પુષ્પગુચ્છ સાલ પ્રતીક ભેટ અર્પણ કરીને મંડળના હોદ્દેદારોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. સિદ્ધ યોગી હાજલ દાદા સમાધી સ્થળ ભારાપર મુકામે યોજાનારા ભંડારા મહોત્સવનું નિમંત્રણ મચ્છોયા આહીર સમાજના અગ્રણી વેલજીભાઈ આહીર દ્વારા પ્રમુખને અર્પણ કરાયું હતું. તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. મંડળના કાર્યક્રમોમાં સર્વગ્રાહી સેવા આપનારા સક્રિય સભ્ય રમેશભાઈ આહીરનું સૂર્યકાંતભાઈ હરસોરાના હસ્તે તેમજ આગામી 17મી ડિસેમ્બરે યોજાનારા પેન્શન ડે નિમિત્તે ભોજનના દાતા મહેશભાઈ સોલંકી તેમજ ઇલાબેન સોલંકી દંપત્તિનું પૂર્વ જિ. પ્રા. શિ. અધિકારી ભાવેશભાઈ દવે તેમજ દક્ષાબેન દવેના હસ્તે સન્માન કરવામાં આવેલું હતું.
સ્નેહમિલન સમારંભમાં ધનજીભાઈ કેરાસીયા, શાંતિલાલ વાઘાણી, રણછોડભાઈ વરુ , ધારશીભાઈ વરુ, એન કે ધોરીયા, ઈન્દુગિરિ ગોસ્વામી, મહેન્દ્રભાઈ પંડ્યા, કિશોરભાઈ ચૌહાણ , રમણીકભાઈ રાઠોડ, ત્રંબકગીરી ગોસ્વામી , જયંતીભાઈ ધુવા, જેન્તીભાઈ વાઘેલા મીનાબેન ઠક્કર , મંજુલાબેન ભીંડે, ડી કે ચૌહાણ, હાર્દિકાબેન રાઠોડ, જયશ્રીબેન પટેલ, કલ્પનાબેન મહેતા, સિદ્દીકભાઈ ખત્રી, બચુનાથ, તેમજ મંડળના સભ્યો- કા. સ., હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન મંત્રી રમેશભાઈ ચૌહાણે તેમજ આભાર વિધિ સહમંત્રી અરજણભાઈ ગોહિલે કરી હતી.

