આરોપ સાબિત ન થયાનું તારણ : જિલ્લા કોર્ટનો ચુકાદો
ભુજ શહેરના 6.12 લાખની વિજળીની ગેરકાયદેસર રીતે ચોરી કરવાના આરોપ સાથેના સવા ત્રણ વર્ષ જુના કેસમાં શહેરના દાવડા સેન્ડવીચના સંચાલક પ્રતીક નરભેરામ દાવડાને નિર્દોષ ઠેરવતો ચુકાદો જિલ્લા અદાલત દ્વારા અપાયો હતો. સરકાર પક્ષ તેનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યાના તારણ સાથે આ ચુકાદો અપાયો હતો
ભુજમાં છઠ્ઠી વાળી રીંગ રોડ ઉપર લારી ઉપર સેન્ડવીચ બનાવીને વ્યવસાય કરતા દાવડા સેન્ડવીચના સંચાલક પ્રતીક દાવડાએ વિધુત થાંભલાથી ગેરકાયદે વાયર જોડીને વિધુત જોડાણ મેળવવા સાથે વીજળીની ચોરી કર્યાનો કેસ આ કિસ્સામાં મેં –2023મા નોંધાયો હતો. આ બાબતે કુલલ 6.12 લાખ રૂપિયાનું બિલ આપી પશ્ચિમ ગુજરાત વીજ કંપનિએ પંચનામું કરવા સાથે પ્રકરણમાં ગુનો પણ દાખલ કરાવ્યો હતો.
આ કેસ અત્રેની જિલ્લા અદાલત સમક્ષ ખાસ કેસ તરીકે ચાલ્યો હતો. સુનાવણી દરમ્યાન સાત સાક્ષી અને નવ દસ્તાવેજી પુરાવા તપાસાયા હતા. બન્ને પક્ષની દલીલો સાંભળી વાદગ્રસ્ત રેંકડી અને જગ્યાનો કબજો પુરવાર કરી શકાયો ન હોવાનું અને સરકાર પક્ષ તેનો કેસ સાબિત કરવામાં નિષફળ રહ્યાના તારણ સાથે અદાલતે સંચાલક પ્રતીક દાવડાને નિર્દોષ મુક્ત કરતો હુકમ કર્યો હતો.
આ કેસમાં આરોપીના વકીલ તરીકે સંતોષસિંહ આર. રાઠોડ અને નિલેશ વી. જોશી રહ્યા હતા.

