જૂની નોટની ઊંચી કિંમતમાં ભુજના યુવકે ખોયા 1.70 લાખ

લાખો રૂપિયાની મહેચ્છા બતાવી ઠગોએ આચર્યું કરતબ

એક જૂની ચલણી નોટના બદલામાં ૫૭.૭૫ લાખ આપવાની લાલચમાં આવી ગયેલા ભુજના યુવકને ૧.૭૦ લાખની રકમ ગુમાવવાનો વારો આવ્યો છે. આ બાબતે ભુજ એ ડિવિઝનમાં પોલીસ મથકે વિધિવત ગુનો દાખલ કરાવ્યો છે.
જૂની ચલણી નોટો અને યુનિક સિક્કા સામે સારું વળતર આપવાની ફેસબૂક પરની પોસ્ટ જોઈ ભરમાયેલો સતુભા સોઢા નામનો યુવક અંતે ભેજાબાજ ઠગોના કસબનો ભોગ બન્યો હોવાનું બહાર આવ્યું છે.
આ પ્રકરણની ફરિયાદ મુજબ રજિસ્ટ્રેશન અને અન્ય આનુસંગિક કાર્યવાહીના બહાને અલગ અલગ સમયે અજાણ્યા મોબાઈલ નંબરધારકોએ કોડ મોકલી ઓનલાઈન નાણાં યુવક પાસેથી મેળવ્યાં હતા
ભોગ બનનાર યુવક સતુભા દ્વારા એક સમયે વધુ નાણાં આપવા આનાકાની કરતા ઑફિસરના નામે દબાવી, ધરપકડની બીક બતાડી વધુ ૬૦ હજાર પણ પડાવી લેવાયા હતા. તેવું પણ ફરિયામાં બતાવાયું છે