ખારવા સમાજ મુંદરા દ્વારા સરસ્વતી સન્માન સમારંભ 2026 યોજાયો હતો. આ પ્રસંગે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરીને તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મુંદરા વેપારી એસોસિએશનના પ્રમુખ તથા મુંદરા C.H.A. એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ કોટક, મુંદરા-બરોઈ નગરપાલિકા વોર્ડ નં. ૫ના કાઉન્સિલર હીનલબેન કષ્ટા, દરિયાલાલ મહિલા મંડળના પ્રમુખ મીનાબેન કોટીયા, સામાજિક કાર્યકર્તા રેખાબેન પરમાર, ભરતભાઈ શેરાજી તથા ઠાકરશીભાઈ ચાવડા મંચસ્થ રહ્યા હતા. આ પ્રસંગે ધોરણ ૧૦માં સમાજમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર ક્રિષા ભરત કષ્ટાવાળાને ખારવા સમાજ મુંદરા તરફથી ૫,૦૦૦/-નું પ્રોત્સાહક ઇનામ અર્પણ કરવામાં આવ્યું હતું. વધુમાં, સરસ્વતી મિત્ર મંડળની શરૂઆત કરનાર સમાજના મોભી સ્વર્ગસ્થ ગોપાલભાઈ વેલજીભાઈ બંદરીમાલમની પુત્રી રેખાબેન મુકેશભાઈ પરમાર દ્વારા સરસ્વતી મિત્ર મંડળ માટે ₹૫૧,૦૦૦/-નું દાન આપવામાં આવ્યું હતું. તેમણે સમાજની આવનારી ભાવિ પેઢી શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તે માટે સતત સહયોગ આપવાની ભાવના પણ વ્યક્ત કરી હતી. કાર્યક્રમનું સંચાલન મહેશભાઈ કષ્ટા, મહેક ચુડાસમા, કૃષા કષ્ટા, રિયા ચુડાસમા, હેતલ કસ્તુરીયા અને આરતી ચુડાસમા દ્વારા કરવામાં આવ્યું હતું. ખારવા સમાજ મુંદરાની કારોબારી ટીમે જહેમત ઉઠાવી હતી. તેવી માહિતી મુંદરા-બરોઈ નગરપાલિકા વોર્ડ નં. ૫ના કાઉન્સિલ ખારવા સમાજ મુંદરાના પ્રમુખ રાજેશભાઈ માલમ દ્વારા આપવામાં આવી હતી
ખારવા સમાજ મુંદરાએ કર્યું સરસ્વતી સન્માન

