મુંદરામાં જોખમી જર્જરિત ઇમારતો તોડવાનું અંતે શરૂ

જ્યાં રાજશાહીના જમાનાની જૂની અને પૌરાણિક ઇમારતોની સંખ્યા સવિશેષ છે તેવા બંદરીય નગર મુંદરા ખાતે મુન્દ્રા બારોઇ નગરપાલિકાએ નોટિસ પાઠવી બિન જરૂરી જર્જરિત ઇમારતો ને ધસવાની કામગીરી નો પ્રારંભ કર્યો છે . નગરનો આ લાંબા સમયનો મુદ્દો અંતે હાથ ઉપર લેવાયો છે. સાથેસાથે તે બાબતે અમલવારી પણ આરંભાઈ છે.
ચીફ ઓફિસર વૈભવ ભાઈ વ્યાસ એ જણાવ્યું હતું કે ભાટિયા ચોક વિસ્તાર માં આવેલી અને બંધ હાલત માં રહેલી બે ઇમારતો ઉપર આ કામ શરૂ કરાયું છે. આગામી ત્રણેક દિવસો માં આ બન્ને ઇમારત તોડી પાડવા માં આવશે. આ સંકુલોની બાજુમાં 11કે વી વીજ લાઇન પસાર થતી હોવા થી કામગીરી દરમ્યાન વીજ પુરવઠો બંધ રાખવો પડશે.
મુન્દ્રાના દાયકાઓ જૂના બંધ હાલત માં જોખમી જર્જરિત ઇમારતો વિશેનો જે પ્રશ્ન હતો એ હવે સુધરાઈની આ કાર્યવાહી સાથે દૂર થવા જઈ રહ્યો છે સુધરાઇ ના રાજેશ ગઢવી ,સુખદેવ સિંહ જાડેજા ,રૂષિરાજ સિંહ જાડેજા ,વિનોદ વાઘેલા ,મહેંદી જત વગેરે આ કામગીરી માં જોડાયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે એક જમાનામાં દરિયાઈ વ્યવસાયના લીધે સમૃદ્ધ આ નગરની જાજરમાન ઇમારતો એ વખતની જાહોજલ્લાલીનું પ્રતીક બની રહી છે. પણ સમયની સાથે હવે આ જૂની, જર્જરીત ઇમારતો જોખમી બની છે. જેને લઈને તંત્રએ આ કાર્યવાહી આદરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *