પૂર્વ મહેસુલ મંત્રીની જન્મજયંતીની ઉજવણી

ગુજરાતના પૂર્વ મહેસુલ મંત્રી અને લોકસેવક પ્રેમજી ભવાનજી ઠક્કરની જન્મજયંતીએ ભુજની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના તેમજ ભુજ નગર પાલિકા નાં ઉપક્રમે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બાળકો માટે ચિત્ર અને સુલેખન સ્પર્ધા યોજાઈ હતી. વિજેતા થનારાઓને ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા સાથે વિવિધ સેવા કાર્યો પણ કરવામાં આવ્યા હતા.
રાજેન્દ્ર બાગ પાસે સ્વ.ની પ્રતિમા પાસે પુષ્પહાર કરયા હતા. સત્યમના અધ્યક્ષ દર્શક અંતાણી તેમજ ભુજ નગરપાલિકા કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવી કાઉન્સિલર રૂપલબેન ચાવડા, ક્રિષ્નાબા જાડેજા, પૂર્વ કાઉન્સિલર ધીરેન લાલન તેમજ મહિલા અગ્રણી માલશ્રીબેન ગઢવી વિનોદભાઈ ગોર નરેન્દ્રભાઈ સ્વાદિયા જયંતભાઈ ઠક્કર, ,મહમદહુસેન બાયડએ શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી વિજેતાઓને ઇનામો ધારાશાસ્ત્રી હિરેનભાઈ શંકરભાઈ સચદે અને ઉર્મિશભાઈ સચદે દ્વારા આપવામાં આવ્યા હતા.