આડેસર પોલીસે દેશી દારૂની ભઠ્ઠી ઝડપી

2900 લીટર આથો, તૈયાર દારૂ સહિત મુદ્દામાલ કબજે

પૂર્વ-કચ્છમાં પ્રોહિબિશન તથા જુગારની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી અંતર્ગત આડેસર પોલીસે શનવાંઢ ભીમાસર વિસ્તારમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી પાડી હતી. પોલીસની આ કાર્યવાહીમાં દેશી દારૂ બનાવવાનો મોટો જથ્થો, તૈયાર દેશી દારૂ તેમજ મોબાઇલ ફોન મળી કુલ રૂ.૯૫,૨૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
મળતી વિગતો મુજબ,પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન શનવાંઢ ભીમાસર, તા. રાપર ખાતે પ્રોહિબિશનની આ રેઇડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી મળી આવતા પોલીસે સ્થળ પરથી આરોપી શીવાભાઈ મોહનભાઈ કોલી રહે. શનવાંઢ ભીમાસર, તા. રાપરને ઝડપી લીધો હતો.
પોલીસે સ્થળ પરથી ૨,૯૦૦ લીટર દેશી દારૂ બનાવવાનો આથો, કિંમત રૂ.૭૨,૫૦૦, ૧૩.૫ લીટર તૈયાર દેશી દારૂ, કિંમત રૂ.૨,૭૦૦ તથા રૂ.૨૦,૦૦૦ની કિંમતનો એક મોબાઇલ ફોન મળી કુલ રૂ.૯૫,૨૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. આચાર્યના માર્ગદર્શન હેઠળ આડેસર પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી. આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન અંગેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.