ભુજ શહેરના જાણીતા બિલ્ડર ઉદ્યોગપતિ, સમાજ સેવક અને લોહાણા સમાજના અગ્રણી વિનયભાઈ વિનોદભાઈ રેલોનના જન્મદિને ભુજની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા વિવિધ સેવા કાર્યો કરવામાં આવ્યા હતા. આ સેવા કાર્યમાં સત્યમના અધ્યક્ષ દર્શક અંતાણી નર્મદાબેન ગામોટ મનજીભાઈ ગામોટ અંકિતાબેન ધોકાઈ રાજુલાબેન શાહ નરેન્દ્રભાઈ સ્વાદિયા જટુભાઈ ડુડીયા વિગેરે જોડાયા હતા દરમિયાન રામુબેન પટેલ, પૂર્વ નગર સેવક જૈન સમાજના અગ્રણી ધીરેનભાઈ લાલન અને ભૂજ કોમર્શિયલ બેંકના એમ. ડી. ધીરેનભાઈ ઠક્કર વગેરેએ આ ઉજવણીની સરાહના કરી હતી.
જન્મદિન ઉજવણી સેવાકાર્યોથી

