ભુજમાં શક્તિ મહિલા સંગઠન દ્વારા ૨૦ સિલાઈ મશીનનું કરાશે વિતરણ
મહિલાઓને આર્થિક રીતે સક્ષમ અને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્ય સાથે ભુજના શક્તિ મહિલા સંગઠન’ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે વિશેષ અને પ્રેરણાદાયી પહેલ હાથ ધરવામાં આવી છે. સંગઠનના સ્થાપક બીના ભાનુશાલી અને ડોલીબેન શાહના નેતૃત્વમાં તા. 17મી સપ્ટેમ્બર ગુરુવારે ૨૦ સિલાઈ મશીન વિતરણ સમારોહ બપોરે 3.30 વાગ્યે ભુજ હોસ્પિટલ રોડ સ્થિત લાયન્સ હોલમાં યોજાશે.
મોદીજીના જન્મદિવસ અન્વયે સેવા સંકલ્પ અંતર્ગત યોજાનારા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજની જરૂરિયાતમંદ અને શ્રમિક મહિલાઓને રોજગારીની નવી તકો પૂરી પાડવાનો છે. સિલાઈ મશીન મળવાથી મહિલાઓ ઘરે બેઠા જ સિલાઈકામ કરીને સન્માનપૂર્વક પોતાની આજીવિકા મેળવી શકશે અને પરિવારને આર્થિક મદદ કરી શકશે. તેવી લાગણી વ્યક્ત કરાઈ છે. વડાપ્રધાન શ્રી મોદીના જન્મદિવસના અવસરે સમગ્ર દેશમાં વિવિધ સેવાકીય કાર્યક્રમો ગુરુવારે યોજાઈ રહ્યા છે. આ અંતર્ગત ભુજ શહેરમાં પણ “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત “૨૦ સિલાઈ મશીન વિતરણ કાર્યક્રમ” વિતરણ યોજાવા જઈ રહ્યુ છે.
આ વિતરણ સમારોહ તારીખ ૧૭-૦૯-૨૦૨૬, ગુરુવારના બપોરે ૩:૩૦ વાગ્યે, લાયન્સ હોલ, હોસ્પિટલ રોડ, ભુજ ખાતે આયોજિત કરવામાં આવ્યો છે. આ સેવાકીય કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને પદાધિકારીઓ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને મહિલાઓને પ્રોત્સાહિત કરશે. દેવજીભાઈ વરચંદ (કચ્છ જિલ્લા પ્રમુખ, ભાજપ), વિનોદભાઈ ચાવડા (કચ્છ-મોરબી સાંસદ) અને કેશુભાઈ પટેલ (ભુજ ધારાસભ્ય) મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. મુખ્ય આમંત્રક પ્રો. બીના ભાનુશાલી અને ડોલીબેન શાહ દ્વારા નાગરિકો અને કાર્યકર્તાઓને આ સેવા યજ્ઞમાં સહભાગી થવા માટે જણાવાયું છે.

