Headlines

કરોડોના દાગીના લઈ ‘ઉધારી’માં ઠગાઈ

ભાજપ મહિલા મોરચાના પ્રદેશ ઉપાઘ્યક્ષ પુત્ર સહિત ચારની ધરપકડ સાડા ચાર કરોડન ઘરેણાંની ઠગાઈના પ્રકરણમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ઈકોનોમિક ઓફેન્સ શાખાએ કચ્છ સાથે જોડાણ ધરાવતા રાજકીય પરિવારના યુવાન સહિત ચાર આરોપીની ધરપકડ કરી છે. ઠગાઈના આ કેસમાં મુખ્ય આરોપી અનિલ ભીખાભાઈ વિભાણી, તેની પત્ની વિમ્મી, પુત્ર વેદાંત અને જમાઈ શિવમ ગઢવીની ધરપકડ કરી તેમના રિમાન્ડ…

Read Full News

આધાર-પુરાવા વગરનો ભંગાર ઝડપાયો

ધાતુની સામગ્રી અને લાખની બોલેરો મેક્સ પીકઅપ મળી ગેરકાયદેસર રીતે આધાર-પુરાવા વગર માલસામાનની હેરફેર કરનારાઓ સામે પોલીસે કાર્યવાહી તેજ કરી છે. આ અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર-પુરાવા વગરના એલ્યુમીનીયમના સ્પેરપાર્ટસ તથા સ્ટીલના રોડ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે વાહન સહિત કુલ રૂ.૫,૫૨,૨૫૦નો મુદ્દામાલ કબજે…

Read Full News

વવારમાં મહિલાઓનું જુગારધામ ઝપટે

10 મહિલા ઝડપાઈ, 64,600 રોકડા કબજે જુગારની બદી નેસ્તનાબૂદ કરવા પોલીસ દ્વારા હાથ ધરાયેલી ઝુંબેશ અંતર્ગત સ્થાનિક ગુના શોધક શાખાએ મુન્દ્રા તાલુકામાં પ્રાગપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મહિલાઓ દ્વારા રમાતો તીનપત્તીનો જુગાર ઝડપી પાડ્યો હતો. વવાર ગામે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં પોલીસે 10 મહિલાને ઝડપી પાડી 64,600 રોકડા તથા ગંજીપાના કબજે કર્યા હતા. લોકલ ક્રાઇમ બ્રાન્ચના…

Read Full News

આડેસર પોલીસે દેશી દારૂની ભઠ્ઠી ઝડપી

2900 લીટર આથો, તૈયાર દારૂ સહિત મુદ્દામાલ કબજે પૂર્વ-કચ્છમાં પ્રોહિબિશન તથા જુગારની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી અંતર્ગત આડેસર પોલીસે શનવાંઢ ભીમાસર વિસ્તારમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી પાડી હતી. પોલીસની આ કાર્યવાહીમાં દેશી દારૂ બનાવવાનો મોટો જથ્થો, તૈયાર દેશી દારૂ તેમજ મોબાઇલ ફોન મળી કુલ રૂ.૯૫,૨૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો….

Read Full News

રાપરમાં સમરસતા કળશ યાત્રા યોજાઈ

વિવિધ ગામમાં ફરી સરપંચોને કળશ અપાશે સંત શિરોમણી ગુરૂ રવિદાસજી મહારાજની 650મી જયંતિ નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન કળશ યાત્રા રાપર ખાતે યોજાઈ હતી. ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં સરપંચો ને કળશ અર્પણ કરવામાં આવશે યાત્રા દરેક ગામોમાં ફરશે. રાપરમા ભાજપ કાર્યાલયથી દેના બેન્ક ચોક ખાતે રામદેવપીર મંદિર ખાતે પહોંચી આરતી કરી…

Read Full News

સંસ્કારો સાથે પ્રતિભાને પ્રોત્સાહન આપતી સ્પર્ધા

ભુજ : અણુવ્રત આંદોલન દ્વારા બાળકો, યુવાનો તથા સમાજના દરેક વર્ગમાં નૈતિકતા, ચારિત્ર્યનિર્માણ અને જીવનમૂલ્યોની જાગૃતિ કેળવવાના હેતુથી ‘અણુવ્રત પ્રબોધન પ્રતિસ્પર્ધા–2026’નું આયોજન કરવામાં આવ્યું છે. અણુવ્રતના માનવીય મૂલ્યોને અભ્યાસ અને આત્મચિંતન સાથે જોડતી આ સ્પર્ધામાં સહભાગી થનાર પ્રતિભાઓ માટે આકર્ષક રોકડ પુરસ્કારોની પણ જાહેરાત કરવામાં આવી છે. આ સ્પર્ધા માત્ર સામાન્ય જ્ઞાન કે સ્પર્ધાત્મક પરીક્ષા…

Read Full News

શ્રાવણમાં ઠેરઠેર ભક્તિભાવ

દેવાધિદેવ ભગવાન શંકર અને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિનો મહિનો શ્રાવણ શરૂ થતા કચ્છ જિલ્લામાં વિવિધ સ્થળે શ્રધ્ધા સાથે થઈ રહેલા ભક્તિભાવના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એકબાજુ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં હિંડોળા રંગ જમાવી રહ્યા છે. તો બીજીબાજુ કથા અને પૂજાપાઠનો માહોલ દેખાઈ રહ્યો છે. પ્રસ્તુત તસવીરમાં ભાવથી કથાનું શ્રવણ કરતી મહિલાઓનો સમૂહ દેખાઈ રહ્યો છે.

Read Full News

અંજારના ચોથા વોર્ડના નગરસેવકો મેદાનમાં

સ્વછતા અને પાણીના બગાડ વિશે આંદોલન કરવા પણ તૈયાર અંજાર શહેરના વોર્ડ નં. ચારને સ્વચ્છ રાખવા માટે ચીફ ઓફિસરને વોર્ડના ચારેય નગરસેવકએ લેખિત રજૂઆત કરી 15 દિવસમાં કાર્યવાહી નહીં થાયતો લોકશાહી ઢબે આંદોલન કરવાની તૈયારી બતાવી છે. વોર્ડ નં. 4ના વિવિધ વિસ્તારોમાં જાહેર સ્થળોએ કચરો ફેંકવાની તેમજ ઘરની બહાર રસ્તા પર બિનજરૂરી પાણી ઢોળી પાણીનો…

Read Full News

ધારાશાસ્ત્રીના આગોતરા કોર્ટે નકાર્યા

ભુજના મકાન વેંચી નાખવાના કેસમાં ચુકાદો બનાવટી સહીઓ કરી બોગસ દસ્તાવેજ બનાવી તેના આધારે ભુજની ભુજના બિન નિવાસી ભારતીય વૃધ્ધાનું મકાન બારોબાર વેચી મારવાના તાજેતરના કિસ્સામાં આરોપી પૈકીના ધારાશાસ્ત્રી પુપુલ શિવજી સંઘાર ( બિદડા)ની આગોતરા જામીન અરજી જિલ્લા અદાલતે નામંજૂર કરી હતી. તાજેતરમાં ૧૨મી ઑગસ્ટે ભુજ એ ડિવિઝનમાં આ અંગેનો ગુનો નોંધાયો હતો. આરોપી પુપુલ…

Read Full News

ગાંધીધામમાં યુવતીની લાશ મળી, હત્યાનો અંદેશો

સર્વગ્રાહી તપાસ શરૂ, પોસ્ટમોર્ટમ અહેવાલ ખોલશે રાઝ ગાંધીધામમાં ભારતનગર વિસ્તારના સોનલનગરમાંથી 3 થી 4 દિવસ પહેલા મૃત્યુ પામેલી મનાતી યુવતીનો મૃતદેહ મળી ચકચાર મચી ગઈ છે. મૃતકનું નામ મીનાક્ષી પરિહાર હોવાનું બહાર આવ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ મરનાર યુવતી ગાંધીધામના તનિષ્ક શોરૂમમાં નોકરી કરતી હતી. આ બનાવ હત્યાનો છે કે અન્ય કોઈ કારણસર મોત થયું…

Read Full News