બાળ કલાકારોએ બક્ષિસની રકમ પ્રભુ ચરણોમાં આપી.

આરાધના ભવન જૈનસંઘ – ભુજમાં નેમનાથ પ્રભુની નવ ભવની પ્રીતિનો કાર્યક્રમ યોજાયો

ભુજ આરાધના ભવન જૈનસંઘ ભુજના ઉપક્રમે ચાતુર્માસ ગાળતા જૈનાચાર્ય આનંદવર્ધનસૂરિશ્વરજી મ.સા. અને આત્મદર્શનસૂરિશ્વરજી મ.સા. આદિ ઠાણા-૧૮ની હાજરીમાં દાતા પ્રેમિલાબેન સ્વરૂપચંદભાઈ મહેતા પરિવારના સહયોગથી નેમનાથ પ્રભુની ૯ ભવની પ્રીતિનો સ્ટેજ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તમામ ૨૦થી વધારે કલાકારોનો રોલ સંઘના બાળકોએ ભજવ્યો હતો.
બે કલાકથી પણ વધારે ચાલેલા આ કાર્યક્રમને નિહાળવા સંઘના ૬૦૦ કરતાં પણ વધારે શ્રાવક-શ્રાવિકાઓ ઉપસ્થિત રહ્યા હતા. અને સંઘ-પરિવારના કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા.
આ તકે કલાકારોને રૂપિયા ૯પ૦૦૦ની બક્ષિસ આપવામાં આવી હતી. જે તેમણે જીવદયામાં અર્પણ કરી પ્રેરણાદાયી કાર્ય કર્યું હતું.
સ્ટેજ ડેકોરેશનનો લાભ પદમાવતી પરિવારે લીધો હતો. સંઘના મેનેજીંગ ટ્રસ્ટી કમલભાઈ મહેતાના નેતૃત્વમાં સંઘ – સમાજ તથા યુવા મંડળના હોદ્દેદારો, ટ્રસ્ટી મંડળ, યુવાનો વગેરેએ જહેમત ઉઠાવી હતી. તેવું માનદમંત્રી ચંદુલાલભાઈ ગઢેચા તથા મીડિયા કન્વીનર વી.જી. મહેતાએ જણાવ્યું હતું.