વિવિધ ગામમાં ફરી સરપંચોને કળશ અપાશે
સંત શિરોમણી ગુરૂ રવિદાસજી મહારાજની 650મી જયંતિ નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન કળશ યાત્રા રાપર ખાતે યોજાઈ હતી.
ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં સરપંચો ને કળશ અર્પણ કરવામાં આવશે યાત્રા દરેક ગામોમાં ફરશે.
રાપરમા ભાજપ કાર્યાલયથી દેના બેન્ક ચોક ખાતે રામદેવપીર મંદિર ખાતે પહોંચી આરતી કરી ઘુન સહિતના કાર્યક્રમ યોજાયા હતા. કાર્યક્રમ માં ધારાસભ્ય વિરેન્દ્ર સિંહ, સહદેવ સિંહ જાડેજા, ભાવિન મીરાણીએ સંત રવિદાસજી મહારાજ ના જીવન ચરિત્ર પર ઉદબોધન આપ્યું હતું
નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે, માજી તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા, ધારાસભ્ય ના કાર્યાલય મંત્રી વિનુભાઈ થાનકી, રાજેશ ઢીલા, મહામંત્રી મદુભા વાઘેલા, મહેન્દ્રસિંહ વાઘેલા, તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા, મહામંત્રી મહાદેવ ભાઈ ભુષણ, કમલસિંહ સહદેવ સિંહ જાડેજા, પરબતભાઈ કારોતરા, ભાવેશ ગારીયા, રાણાભાઈ પરમાર, કેશુભા વાઘેલા, ડોલરભાઈ ગોર,
ડો.પ્રવિણભાઇ ચૌહાણ,
રામજીભાઈ મુછડીયા,
રમેશભાઈ ચાવડા, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા સંચાલન મહેન્દ્સિંહ વાઘેલા એ આભાર વિધિ મહાદેવ ભાઇ ભૂષણે કરી હતી.

