કચ્છ એક્સપ્રેસ દાદરથી ચલાવવા માંગ

ઉચ્ચ કક્ષાએ પ્રવાસી સંઘ દ્વારા રજુઆત કચ્છ અને મુંબઈને જોડતી કચ્છ એક્સપ્રેસ ટ્રેનને દાદરથી ચલાવવા ફરી એકવાર ઉચ્ચ સ્તરે રજૂઆત કરાઈ છે. કચ્છ પ્રવાસી સંધ દ્વારા ૨૦૧૫માં કચ્છ એકસપ્રેસ તથા સયાજી નગરી એકસપ્રેસને બાંદ્રા ટર્મિનસનાં બદલે દાદરથી શરુ કરવાં માટે વેસ્ટર્ન રેલવેનાં તત્કાલીન જનરલ મેનેજરને રજુઆત કરાઈ હતી. આ પ્રયાસ બાદ આ બન્ને ટ્રેનને દાદર…

Read Full News

આરોગ્ય કામગીરી સમીક્ષા માટે તાલીમ કાર્યશાળા

આરોગ્ય સેવાનો લાભ છેવાડા સુધી પહોંચાડવા માર્ગદર્શન જિલ્લા કલેક્ટર અને ડી.ડી.ઓ.ના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતના સમિતિ ખંડ ખાતે તાલુકા આરોગ્ય અધિકારીઓ અને મેડિકલ ઓફિસરો માટે તાલીમ-સહ-સમીક્ષા કાર્યશાળા યોજાઈ હતી. કાર્યશાળામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મિતેશ ભંડેરીએ આરોગ્ય વિભાગના વિવિધ રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાના કાર્યક્રમોની કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે આરોગ્ય સેવાઓ વધુ અસરકારક રીતે…

Read Full News

અંજારમાં બાવન શાળાના છાત્રો પ્રશ્નમંચમાં જોડાયા

ભારત વિકાસ પરિષદના ઉપક્રમે યોજાઈ સ્પર્ધા વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, ગૌરવશાળી ઇતિહાસ, વિરાસત અને રાષ્ટ્રભાવનાનું સિંચન થાય તેવા હેતુથી ભારત વિકાસ પરિષદ–અંજાર શાખા દ્વારા ટાઉનહોલ અંજાર ખાતે “ભારત કો જાનો પ્રશ્નમંચ” સ્પર્ધા યોજાઈ હતી. આ પ્રકલ્પના પ્રથમ તબક્કામાં અંજાર તાલુકાની બાવન શાળાના ૩,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ લેખિત પરીક્ષામાં ભાગ લીધો હતો. લેખિત પરીક્ષામાંથી ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર તેજસ્વી…

Read Full News

ગાંધીધામના ઘરવિહોણા પરિવારોની ભુજ સુધી હિજરત

કલેક્ટર કચેરીએ ધામા નાખી ઘર કે પ્લોટ ન મળે ત્યાં સુધી નહીં હટવા નિર્ણય સરકારી રહે દબાણ હટાવવાની કાર્યવાહીમાં બેઘર બનેલા ગાંધીધામના પરિવારોનો આક્રોશ લેડી સાથે હવે ગાંધીધામથી જિલ્લા મથક ભુજ સુધી પહોંચ્યો છે. બે મહિનાથી પાલિકા સામે આંદોલન કરવા છતાં ઉકેલ નહીં આવતાં અસરગ્રસ્ત પરિવારો હિજરત કરીને પગપાળા સોમવારે કલેક્ટર કચેરી ભુજ પહોંચ્યા હતા….

Read Full News

ખેલ મહાકુંભ-૨૦૨૬ રજિસ્ટ્રેશન શરુ

શાળા સ્તરેથી પ્રતિભાઓને બહાર લાવવા આયોજન સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ખેલ મહાકુંભ યોજાશે. ૨૯ ઓગષ્ટ રાષ્ટ્રીય રમત દિવસથી ગુજરાતના ફ્લેગશિપ રમતોત્સવ ખેલ મહાકુંભ-૨૦૨૬ માટે રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શાળા/ગ્રામ્ય કક્ષાએથી રમતગમતની પ્રતિભાને ઓળખવા માટે યોજાનાર આ આયોજનમાં વધુમાં વધુ ખેલાડીઓને જોડાય તેવી અપીલ કરવામાં આવી છે. ખેલ…

Read Full News

ચેપી રોગો સંદર્ભે જાગૃતિ કાર્યક્રમ

સમગ્ર દેશમાં તા. 12 ઓગસ્ટથી 12 ઓક્ટોબર, 2026 દરમિયાન સઘન IEC અભિયાન-3.0 હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ HIV/AIDS સહિત વિવિધ ચેપી રોગો અંગે જનજાગૃતિ વધારવા, રોગ અંગેની ગેરમાન્યતાઓ અને અંધશ્રદ્ધાઓ દૂર કરવા તેમજ સમયસર તપાસ, નિદાન અને યોગ્ય સારવાર માટે લોકોને પ્રેરિત કરવાનો છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરી ,…

Read Full News

કચ્છમાં HIV/AIDS સામે જાગૃતિ કાર્યક્રમો

જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને ટીબી-એચઆઈવી ઓફિસરના દિશાનિર્દેશ હેઠળ કચ્છ જિલ્લામાં સઘન IEC અભિયાન-3.0 અંતર્ગત HIV/AIDS અંગે જનજાગૃતિ કેળવવા વિવિધ વિસ્તારોમાં જાગૃતિ કાર્યક્રમો અને રેલીઓ યોજવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય કેન્દ્ર કુકમા હેઠળના સબ સેન્ટર કોટડા (ઉ) તથા લાખોંદ વિસ્તારમાં જાગૃતિ રેલી યોજાઈ હતી….

Read Full News

સૌથી અછતગ્રસ્ત વિસ્તારોની યાદીમાં કચ્છ

સામાન્ય કરતાં 59 ટકા વરસાદની ચાલુ ઋતુમાં ઘટ ભારતીય હવામાન ખાતાએ જાહેર કરેલા અહેવાલમાં વરસાદની દૃષ્ટિએ કચ્છની ગંભીર સ્થિતિ સામે આવી રહી છે. ગુજરાત રાજ્યમાં સૌથી ઓછો વરસાદ થયો હોય તેવા જિલ્લામાં કચ્છ બીજા ક્રમે આ વર્ષે આવી ગયું છે. હવામાન ખાતાના સાધનોના જણાવ્યા મુજબ આ વખતે કચ્છમાં ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધી માત્ર 136.7 મિમી…

Read Full News

દશમાં ધોરણના ગુણ આધારિત ગ્રામીણ ટપાલ સેવક માટે યોજાશે સીધી ભરતી

કચ્છ સહિત દેશમાં 25 હજાર જગ્યા ભરાશે કચ્છ સહિત દેશને 25 હજાર નવા ગ્રામિણ ટપાલ સેવક મળવાના સંજોગો સર્જાયા છે. ધોરણ 10 પાસ કર્યુ હોય તેવા ઉમેદવારો માટે આ અંગેની ભરતી માટે વ્યાયામ હાથ ધરાયો છે. કચ્છ જિલ્લામાં પણ ગ્રામિણ ટપાલ સેવકની અનેક જગ્યા અત્યારે વણ ભરાયેલી છે. આવી ખાલી જગ્યાઓ પણ આ ભરતી બાદ…

Read Full News

લખપત તાલુકામાં ઘાસ, પાણી અને રોજગારની ગંભીર સમસ્યા

જી.એમ.ડી.સી. પાસે તાત્કાલિક સહાયની માંગ લખપત તાલુકામાં ઓછા વરસાદના કારણે ખેતી અને પશુપાલન વ્યવસાય પર ગંભીર અસર પડી છે. તાલુકામાં માનવ વસ્તી કરતા પશુઓની સંખ્યા વધુ છે. હાલે વરસાદના અભાવે ઘાસચારાની અછત સર્જાઈ રહી છે અને પશુધન સામે પણ સંકટ ઊભું થયું છે. બીજી તરફ ખેતી નિષ્ફળ જતા સ્થાનિક લોકો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. લખપત…

Read Full News