સૌથી અછતગ્રસ્ત વિસ્તારોની યાદીમાં કચ્છ

સામાન્ય કરતાં 59 ટકા વરસાદની ચાલુ ઋતુમાં ઘટ

ભારતીય હવામાન ખાતાએ જાહેર કરેલા અહેવાલમાં વરસાદની દૃષ્ટિએ કચ્છની ગંભીર સ્થિતિ સામે આવી રહી છે. ગુજરાત રાજ્યમાં સૌથી ઓછો વરસાદ થયો હોય તેવા જિલ્લામાં કચ્છ બીજા ક્રમે આ વર્ષે આવી ગયું છે. હવામાન ખાતાના સાધનોના જણાવ્યા મુજબ આ વખતે કચ્છમાં ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધી માત્ર 136.7 મિમી વરસાદ નોંધાયો છે. જે સામાન્ય અને સરેરાશ 334.2 મિમી વરસાદની તુલનાએ માત્ર 41 ટકા જેટલો છે. આ વર્ષે જિલ્લામાં સામાન્ય કરતાં 59 ટકા વરસાદની ઘટ અત્યાર સુધી નોંધાઈ હોવાના આંકડા સામે આવ્યા છે. વરસાદ ખેંચાઈ જવો અને ન પડવાની સ્થિતિમાં કચ્છ ‘અતિ અછતગ્રસ્ત’ શ્રેણીન સીમાડે અત્યારે પહોંચી ચૂક્યું છે. અલબત માત્ર એક ટકાનો તફાવત રહેતા કચ્છ ‘અતિ અછતગ્રસ્ત’ શ્રેણીમા આવતા રહી ગયું છે. સ્ટાર માપદંડ અનુસાર 20થી 59 ટકા વરસાદની ઘટ હોય તો તેને અછતગ્રસ્ત શ્રેણીમાં મુલવાય છે. જ્યારે 60થી 99 ટકા વરસાદની ઘટ હોય તો તેને અતિ અછતગ્રસ્ત શ્રેણી મુકવામા આવે છે