ગૃહિણી તરીકેની જવાબદારી સાથે અભ્યાસ ક્ષેત્રે સિદ્ધિ
આદિપુરના પ્રતિક્ષાબાએ મેળવ્યો સુવર્ણ ચંદ્રક મૂળ અબડાસાના નલિયાના વતની પરિવારના પુત્રી અને હાલ આદિપુર નિવાસી જાડેજા ભરતસિંહ માધવસિંહજીના પુત્ર પ્રશાંતસિંહનાં પત્ની પ્રતીક્ષાબા બલભદ્રસિંહ રાણા આદિપુર ખાતે તોલાણી કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સમાં એમ.એસસી. (મેથેમેટિક્સ) વિષયમાં અભ્યાસ કરી રહ્યાં છે. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી દ્વારા વર્ષ 2026માં લેવાયેલી એમ.એસસી. સેમેસ્ટર-4ની પરીક્ષામાં પ્રતીક્ષાબાએ મેથેમેટિક્સ વિષય…

