ભુજમાં યોજાયેલા કાર્યક્રમમાં ૧૭ સપ્ટેમ્બરથી એ.આઈ. વર્ગોની ઘોષણા
ભારતીય જૈન સંગઠના (BJS) કચ્છ એકમ દ્વારા તેજસ્વી ૪૧૦ વિદ્યાર્થીઓના સન્માન માટે ‘સ્પોટલાઇટ’ ૨ કાર્યક્રમ ભુજમાં યોજાયો હતો. આ પ્રસંગે કચ્છભરમાં અત્યાર સુધી લાખો છાત્રોનું શૈક્ષણિક ઘડતર કરનારી જૈન સમાજ સંચાલિત 40 શિક્ષણ સંસ્થાઓના સંચાલકોનું બહુમાન કરાયું હતું. ભારતીય જૈન સંગઠના કચ્છ જિલ્લા દ્વાર ધોરણ ૧૦, ૧૨ અને વિશેષ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે આ ‘પ્રતિભા સ્પોટલાઇટ’ (સરસ્વતી સન્માન) કાર્યક્રમ ભુજ મહિલા કોલેજ ખાતે રવિવારે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું આ બીજું વર્ષ છે. કચ્છ જિલ્લાના યુવાનોને આગળ ભણવાની પ્રેરણા મળે અને તેમને પ્રોત્સાહન પૂરું પાડી શકાય તેવા હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું.
રાજ્યના ટેકનિકલ અને ઉચ્ચ શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગા , સાંસદ વિનોદભાઈ ચાવડા,જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, જિલ્લા પંચાયતના અધ્યક્ષા પ્રભાબેન હુંણ, ક. વિ. ઑ. મહાજન ભુજ અને સર્વ સેવા સંઘના પ્રમુખ જીગર છેડા, ભારતીય જૈન સંગઠનાના કચ્છ એકમના અધ્યક્ષ હિતેશ ખંડોર, કૌશલ મહેતા, દાતા પરિવારના ડૉ . રૂપાલીબેન મોરબીયા વગેરેના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
સમારોહના અધ્યક્ષ સ્થાને દાતા પરિવારના મનીષભાઈના બહેન ડો. રૂપાલીબેન મોરબિયા, મુખ્ય મહેમાન તરીકે સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદ અને જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રભાબેન હૂણ, જૈન સાત સંઘ ભુજના પ્રમુખ સ્મિતભાઈ ઝવેરી ઉપસ્થિત રહ્યા હતા આયોજક સંસ્થા ઉપરાંત તેરા તુજકો અર્પણ ટ્રસ્ટના પ્રમુખ હિતેશભાઈ ખંડોરએ જણાવ્યું હતું કે સરસ્વતી સન્માન માં ધોરણ ૧૦,૧૨થી લઈ ઉચ્ચ શિક્ષણ સુધીના વિધાર્થી ભાઈ બહેનો જે સમગ્ર કચ્છથી આવ્યા છે તેમને સમાજ તરફથી પ્રોત્સાહન મળે તથા તેઓ ભણીને સમાજ નું નામ રોશન કરે તે હેતુસર આ આયોજન કરાયું છે. આ વખતે જૈન સમાજ સંચાલિત જિલ્લાની 40 સ્કૂલના સંચાલકોનું પણ સન્માન કરાયું છે. આ પૈકી અમુક શાળા ૧૦૦, ૫૦,૪૦,૩૦ વર્ષથી કાર્યરત છે અને એમાં લાખો દીકરા,દીકરી ભણી ચૂક્યા છે. સમગ્ર કચ્છમાં મહાજન તરીકે જૈન સમાજ અગ્રેસર રહ્યું છે.આવનારા દિવસો માં દરેક સમાજના વિધાર્થી સારીરીતે ભણી શકે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એ.આઈ.ની વાત કરી છે તેના ભાગરૂપે તારીખ ૧૭ સપ્ટેમ્બરથી એનું ટ્રેનિંગ સેન્ટર ચાલુ કરવામાં આવશે.
ભુજના હમીરસર તળાવનું કામ જૈન સંગઠનએ કર્યું હતું. તો આવા અનેક કાર્યો સાથે દીકરીઓ આત્મરક્ષક બની શકે એ માટે એમને તાલીમનું કામ પણ કરવામાં આવે છે. કચ્છમાં 13 શહેરોમાં સંગઠન કાર્યરત છે તેવી વિગતો આ પ્રસંગે અપાઈ હતી. કાર્યક્રમમાં તેજસ્વી વિધાર્થીઓને સન્માનવામાં આવ્યા હતા . આ વેળાએ સંગઠનના પ્રમુખો, હોદ્દેદારો કૌશલ મહેતા, પ્રકાશ ગાંધી, વિનોદ ભાઈ મહેતા,અશોક સંઘવી, રજનીભાઇ પટવા,ધીરજભાઈ દોશી,અશોકભાઈ સંઘવી,કમલેશભાઈ સંઘવી,તેજસભાઇ શેઠ,ભુજ શહેર ભાજપ પ્રમુખ મીત ઠક્કર, હંસાબેન છેડા, ધીરેન લાલન સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

