ભુજના પૂર્વી કલા કેન્દ્રે વાઈબ્રન્ટમાં કલાના કામણ પાથર્યા

પૂર્વી કલા કેન્દ્ર ભુજની દીકરીઓએ સતત ત્રીજા વર્ષે નવરાત્રીના પ્રથમ દિવસે રવિવારના રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને અન્ય મહાનુભાવો ની ઉપસ્થિતિમાં વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં કચ્છનું પ્રતિનિધિત્વ કરી કચ્છી લોક નૃત્ય રજૂ કર્યું હતું .આ ગ્રુપમાં કચ્છ ભુજની પૂર્વીબા સિંધલ, વર્ષાબા સિંધલ, રીયાબા સિંધલ, નંદની સિંધલ, ઉર્વી પલ , મીરા રબારી, ભાવના રબારી, અંજના રબારી, વલ્લુ રબારી, જસુ રબારી, મોંઘીબેન રબારી, જિનાલી ગોસ્વામી, હિરલ ચૌધરી, હિરલ ગઢવી,
ભગવતી ગઢવી, હેતવી ગઢવી વગેરેએ કલાના કામણ પાથર્યા હતા. લોક નૃત્યના સહાયક ભાવના સિંધલ અને રાજ્ય ના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા શૈલેશ કુમાર એચ. સિંધલે કોરિયોગ્રાફર તરીકે સેવા આપી હતી.