અખંડ ભારતના શિલ્પીની કાશ્મીર – ગાથા પુસ્તકનું લોકાર્પણ

સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા કાશ્મીરમાં યોજાયો કાર્યક્રમ

સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર દ્વારા પ્રકાશિત અખંડ ભારતના શિલ્પીની કાશ્મીર ગાથા “Sardar Patel and Kashmir : The untold History”- નામના ઈતિહાસકાર ડૉ. રીઝવાન કાદરી દ્વારા સંશોધિત સંપાદિત કરેલાં ૧૧૯ પ્રકરણોના ગ્રંથનું આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તથા જમ્મુ-કાશ્મીરના મહામહીમ લેફ. ગર્વનર મનોજ સિંહા દ્વારા ટાગોર હોલ, કાશ્મીર ખાતે લોકાર્પણ કરાયું હતું.
આ પ્રસંગે મહામહીમ લેફ. ગર્વનરએ સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા પ્રકાશિત પુસ્તક અંગે જણાવ્યું હતું કે રાષ્ટ્ર માટે કરાયેલા સંકલનને ઈતિહાસકાર ડૉ. રીઝવાન કાદરીએ ઉજાગર કર્યો છે અખંડ ભારતના ઘડવૈયા એવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે ભારતના લોકતંત્રને ચેતનવંતુ કરી વિવિધતામાં એકતા બનાવી અને આવનારી પેઢીઓ માટે એકતાના દર્શન કરાવ્યા છે તે ધન્યવાદને પાત્ર છે. વિશ્વમાં ભારત અખંડ રાષ્ટ્ર એકતા, અપ્રતીમ અને સહયોગ પૂર્ણ રહે તેમ પણ તેમણે જણાવ્યું હતું. સ્વામિનારાયણ ગાદી સંસ્થાને આધ્યાત્મિક ઉપરાંત માનવીય અભિગમના જે કાર્ય કર્યા છે તેની તેમણે સરાહના કરી હતી.
કિશોરભાઈ મકવાણા, રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ચેરમેને જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ ગાદી દ્વારા આ પુસ્તક અંગ્રેજીમાં પ્રકાશન કરીને અદ્વિતીય કાર્ય કરીને ઇતિહાસને ઉજાગર કરાયો છે. ઈતિહાસકાર ડૉ. રીઝવાન કાદરીએ ઋણ સ્વીકાર કરતાં જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર સરદાર વલ્લ્ભભાઈ પટેલના આવા થતાં લોક કાર્યો માટે સદૈવ પ્રોત્સાહિત મળતું રહે છે. કાર્યક્રમમાં મહાનુભાવો તથા અન્યો હાજર રહ્યા હતા.