કથા એટલે આત્મચિંતનનું શ્રેષ્ઠ માધ્યમ

ભુજ નરનારાયણ નગરમાં શિવ મહાપુરાણનો પ્રારંભ

જો કોઈ જીવાત્મા ભગવાન શંકરના શરણમાં જાય તો તેનુ શિવ કલ્યાણ કરે છે. કૃપા કરનારા કોઈ દેવ હોય તો તે ભગવાન શિવ છે. કથા એ કોઈ સમય પસાર કરવાની પ્રવૃત્તિ નથી પણ આત્મ ચિંતન કરવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. એમ ભુજમાં શરૂ થયેલી કથામાં વક્તા શિવપ્રિય જોશી મહારાજે કહ્યું હતું.
નરનારાયણ નગર ત્રિમંદિર સામે ભુજ ખાતે શિવ મહાપુરાણ કથાનો સાંસદ વિનોદભાઈ ચાવડા ઉપરાંત જયેશભાઈ ઠક્કર, અજીતભાઈ માનસતા, મનુભા જાડેજા,ચંદ્રેશભાઇ રબારી વગેરેના હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરાયો હતો.
શિવ કથાનું આયોજન કરનારા કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચાના મહામંત્રી પારસબા કૃષ્ણસિંહ જાડેજા અને વોર્ડ નંબર ૮ ના નગરસેવિકા વિમીબેન વિનોદભાઈ ઠક્કરને સાંસદે બિરદાવ્યા હતા. રાજ પરિવારના કુંવર ઇન્દ્રજીતસિંહ જુવાનસિંહ જાડેજા, કચ્છ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને વોર્ડ નં ૭ ના નગર સેવક રાજેન્દ્રસિંહ હકુમતસિંહ જાડેજા, કદંબગીરી માતાજી, દિવ્યાગીરી માતાજી, કચ્છ જીલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ પારુલબેન કારા સાથે મહિલા મોરચાના રસિકબા ગઢવી, ચાંદની બેન વરુ, રીટાલીબેન, મીનાબેન, ઉપરાંત જયેશભાઈ તુલસીદાસ સોનાગેલા, અંજાર નગર પાલિકાના સદસ્ય ડાહ્યાલાલ મઢવી, ડૉ.કિશન આર્ય, પ્રતાપસિંહ જાડેજા,વોર્ડ નં ૮ ના નગર સેવિકા મનીષાબેન સોલંકી, ૐ શ્રી મારુતિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શિલ્પાબેન ગોરડો મધુકાન્તભાઈ આચાર્ય, નિષધભાઈ મહેતા, સહિતનાએ ઉપસ્થિત રહી કથા શ્રવણ કર્યું હતું.