સ્વાતંત્ર્ય દિન ની જિલ્લા કક્ષા ની ઉજવણી મુન્દ્રામાં

મુન્દ્રાના બારોઇ રોડ પર તાલુકા પંચાયત કચેરી નજીક ઘેટા વિકાસ નિગમના ગ્રાઉન્ડમાં આ વખતે 15મી ઓગષ્ટની જિલ્લા કક્ષાની ઉજવણી થશે. શનિવારે ચાલુ વરસાદે છત્રી સાથે મુન્દ્રા માંડવી પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલા અને મદદનીશ પોલીસ અધિક્ષક ગૌતમ વિવેકાનંદન ઘેટા ઉછેર નિગમના મેદાનમાં પહોંચ્યા હતા પ્રાંત અધિકારી એ આગામી જિલ્લા કક્ષાના 15મી ઓગસ્ટના કાર્યક્રમ અંગે જણાવ્યું કે હાલ વરસાદ ની સીઝન છે એટલે ગ્રાઉન્ડ ની સફાઈ કરવામાં આવે .પાર્કિંગ ઝોન .પાણી ની વ્યવસ્થા ,મેદાન ની આજુબાજુ સફાઈ ,ફાયર ફાઈટર ,તેમજ અન્ય સુવિધાઓ અંગે તેમણે ચર્ચા કરી હતી જિલ્લા કક્ષાની ઉજવણી હોતા તે અન્વયે મદદનીશ પોલીસ અધિક્ષક મુન્દ્રા વિભાગ ગૌતમ વિવેકાનંદનએ ઉપસ્થિત પોલીસ કર્મચારીઓ ને વિવિધ સૂચનો આપ્યા હતા .મુન્દ્રા સુધરાઇ ના ચીફ ઓફિસર વૈભવ ભાઈ વ્યાસ અને માર્ગ મકાન વિભાગ ના ફેનીશ ભાઈ શેઠિયા એ ઉજવણી અંગે તેમના સ્ટાફને સૂચના માર્ગદર્શન આપ્યા હતા