મિત્રતામાં મંદી સામાજિક નહિ પણ સાંસ્કૃતિક સમસ્યા

હાલમાં હાવર્ડ બીઝનેસ અહેવાલમાં એક લેખ વાંચવા મળ્યો. જેમાં લખ્યું છે કે દુનિયામાં “Friendship Recession” એટલે કે મિત્રતામાં ઘટાડો ઝડપથી વધી રહ્યો છે. જે ચિંતાજનક છે. તો આની અસર ધીરેધીરે ચોમેર પ્રસરી રહી છે. 1990 થી અત્યાર સુધી અમેરિકામાં “મારો કોઈ નજીકનો મિત્ર નથી” એવું કહેતા લોકો ચાર ગણાં વધી 12 ટકા થઈ ગયા હોવાનું આ રિપોર્ટમાં બતાવાયું છે. જ્યારે 10 કે તેથી વધુ નજીકના મિત્રો ધરાવતા હોય તેવા લોકો ત્રીજા હિસ્સા જેટલા ઘટી ગયા હોવાનું તારણ પણ આપવામાં આવ્યું છે.
દરમ્યાન ભારતના શહેરી વિસ્તારોમાં પણ આવી જ કઈંક સ્થિતિ છે. ઓળખાણ વધી રહી છે,પરંતુ સાચી મિત્રતા ઓછી થઈ રહી હોવાનો અહેસાસ થવા લાગ્યો છે.
અગાઉ અજાણ્યા લોકો સાથે કેફે, ક્લબ કે કાર્યક્રમોમાં વાતચીત થતી. હવે લોકો ભીડ વચ્ચે પણ એકલા જ રહે છે. આ સ્થિતિ મુજબ અમેરિકામાં છેલ્લા બે વર્ષમાં એકલા ભોજન કરનારા લોકોની સંખ્યા 29 ટકા જેટલી વધી હોવાના આંકડા સામે આવી રહ્યા છે. બીજીબાજુ વિશ્વભરમાં નામાંકિત સ્ટૅનફર્ડ યુનિવર્સિટીએ તો મિત્રતા શીખવવાનો વર્ગો પણ શરૂ કરી દીધા હોવાનું બહાર આવ્યું છે.
મિત્રતાના સંબંધોમાં મંદી અર્થાત ઘટાળાની આ ચિંતાજનક બાબત માત્ર સામાજિક નહીં, પણ સાંસ્કૃતિક સમસ્યા બની રહી હોવાની લાગણી પણ વ્યક્ત કરાઈ છે.
અત્યારના સમયમાં મિત્રતા માટે સમય કાઢવો હવે વૈભવ નહીં, પણ જરૂરિયાત બની ચુકી છે. એકલતા આદત બની રહી છે તેવા સમયે જો મિત્રતાને મહત્વ નહીં અપાય તો નવા મિત્રો તો મળશે નહીં,પણ જૂના સંબંધો પણ ખોવાઈ જાય તેવી દહેશત સતાવી રહી છે. તેવું નિષ્ણાતો જણાવી રહ્યા છે.
આ અનવ્યેની શોધ અને સંશોધન કહે છે કે: એકલતાથી હૃદયરોગ, ડિમેન્શિયા અને વહેલો મરણદર વધી જાય તેવી ભીતિ રહેલી છે જે દરરોજ 15 સિગારેટ પીવા જેટલું હાનિકારક હોવા સમાન મૂલવી શકાય તેમ છે.
મિત્રતા માનસિક, શારીરિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય માટે જરૂરી હોવાનું કહેતા હાવર્ડ યુનિ.ના 80 વર્ષના અભ્યાસ મુજબ સાચું સુખ અને આરોગ્યનું મુખ્ય કારણ નજીકના સંબંધો છે પૈસા કમાઈ શકાય, માન-સન્માન બદલાઈ શકે,પણ સાચો મિત્ર એ જ છે જે દરેક પરિસ્થિતિમાં તમારી સાથે ઊભો રહે. અને આવા મિત્રોની જરૂરત અત્યારે વધી છે.
મિત્રતા એ એવી સંપત્તિ છે જે ક્યારેય ખૂટી નથી પડતી. એટલે ફક્ત ઓળખાણમાં ન અટકો, મિત્રોને મહત્વ આપો, કારણ કે સારા મિત્રો જ જીવનની સાચી સંપત્તિ છે. તેવી શીખ પણ સમગ્ર માહોલને કેન્દ્રમાં રાખીને તજજ્ઞો આપી રહ્યા છે. મિત્રતા નિભાવો, સમય કાઢો, ક્ષમા કરો, યાદો બનાવો. તેવું તેઓ કહી રહ્યા છે.
સાચા મિત્રો સાથે જીવન વધારે સુંદર બની જાય છે. એ હકીકત છે આમછતાં 10 કે તેથી વધુ નજીકના મિત્રો” ધરાવતા લોકો ત્રીજા હિસ્સા જેટલા ઘટી ગયા હોવાનું ગંભીર પરિમાણ પણ અત્યારે સપાટીએ આવવા લાગ્યું છે.
કચ્છ, ગુજરાત સહિતના ભારતના અનેક શહેરી વિસ્તારોમાં પણ આવી જ સ્થિતિ છે. ઓળખાણ વધી રહી છે,પરંતુ સાચી મિત્રતા ઓછી થઈ રહી છે. તેવો માહોલ જોવા મળી રહ્યો છે. અગાઉ અજાણ્યા લોકો સાથે કેફે, ક્લબ કે કાર્યક્રમોમાં વાતચીત થતી. હવે લોકો ભીડ વચ્ચે પણ એકલા જ રહે છે. શોધ અને સંશોધન કહે છે કે: એકલતાથી હૃદયરોગ, ડિમેન્શિયા અને વહેલો મરણદર વધી જવાની ભીતિ છે. જે દરરોજ 15 સિગારેટ પીવા જેટલું હાનિકારક છે. આના કારણે મિત્રતા માનસિક, શારીરિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે હવર્ડના 80 વર્ષની અભ્યાસ મુજબ સાચું સુખ અને આરોગ્યનું મુખ્ય કારણ નજીકના સંબંધો છે પૈસા કમાઈ શકાય, માન-સન્માન બદલાઈ શકે,પણ સાચો મિત્ર એ જ છે જે દરેક પરિસ્થિતિમાં તમારી સાથે ઊભો રહે મિત્રતા એ એવી સંપત્તિ છે જે ક્યારેય ખૂટી નથી પડતી. એટલે ફક્ત ઓળખાણમાં ન અટકો, મિત્રોને મહત્વ આપો, કારણ કે સારા મિત્રો જ જીવનની સાચી સંપત્તિ છે.મિત્રતા નિભાવો, સમય કાઢો, ક્ષમા કરો, યાદો બનાવો. સાચા મિત્રો સાથે જીવન વધારે સુંદર બની જાય છે. તેવું પણ તેઓ કહી રહ્યા છે.