મુન્દ્રા માંડવી ના પ્રાંત અધિકારી ભગીરથ સિંહ ઝાલા ના અધ્યક્ષ સ્થાને સંકલન ની બેઠક યોજાઈ હતી.. બેઠકમાં વિવિધ પ્રશ્નો અને મુદદા રજૂ થયા હતા. બેઠક માં નાની તુંબડી ગામની પાણી ની લાઈન ની ચર્ચા થઈ હતી.. સંબંધિત અધિકારી એ આ માટે બે મહિના લાગશે એમ જણાવ્યું હતું.. મહારાણા પ્રતાપ સર્કલ થી બારોઇ જૂની ગ્રામ પંચાયત ના બિસ્માર માર્ગ અંગે સુધરાઈ પ્રમુખ ભોજરાજ ગઢવી એ રજૂઆત કરી હતી. પ્રમુખ એ શ્રાવણ માસ પહેલા અગત્યના પાવાપુરી વિસ્તારના માર્ગને રીપેર કરવા જણાવ્યું હતું…
મુન્દ્રા તાલુકા ના બગડા ના રસ્તા અંગે તેમજ પીવા ના પાણી અંગે રજૂઆત પણ થઈ હતી… પ્રાંત અધિકારીએ તેમની કચેરીમાં વીજ પુરવઠો કેમ ખોરવાય છે એ અંગે અધિકારી ને પૂછ્યું હતું. જે અનુસંધાને અધિકારી પરવીન અમીન એ તાત્કાલિક સમસ્યા દૂર કરવા ખાતરી આપી હતી.. સુધરાઈ પ્રમુખ શ્રી ગઢવી એ ટીસી ની ફરતે બાવળ કટિંગ અને ફરતે બે્રિકેટ લગાડવા પીજીવીસીલ ને રજૂઆત કરી હતી.. પ્રાંત અધિકારી શ્રી ઝાલા એ મહત્વની ઘોષણા કરતા જણાવ્યું કે આ વખતે 15મીં ઓગસ્ટની જિલ્લા કક્ષાની ઉજવણી મુન્દ્રા માં થશે. નગરમાં તાલુકા પંચાયત નજીક ઘેટાં વિકાસ નિગન ના ગ્રાઉન્ડ માં આ ઉજવણી કરાશે.. તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ અને દેશ ભક્તિ ના કાર્યક્રમો રજૂ થશે. આ અંગે વિસ્તૃત ચર્ચા કરવા માં આવી હતી તેમજ વૃક્ષારોપણનું સ્થળ નક્કી કરવા, ગ્રાઉન્ડ ની સફાઈ કરવા સંબંધિત અધિકારીઓ ને સૂચના બેઠકમાં આપવામાં આવી હતી.
જિલ્લા કશા ના કાર્યક્રમમાં પાણી ની વ્યવસ્થા, લાઇટિંગ, સરકારી કચેરીઓ ને રોશનીથી શણગારવા, હંસ ટાવર ને રોશની થી શણગારવા અંગે પણ ચર્ચા થઈ હતી
હાલ વરસાદ ચાલુ હોતા નગરના વિસ્તાર માં કીચડ દૂર કરવા સંબંધિત વિભાગોને જણાવાયું હતું.. અધ્યક્ષ સ્થાનેથી અધિકારીએ નાના કપાયા, મોટા કપાયા, ધ્રબ વિસ્તાર માં સાફ સફાઈ કરવા સૂચના આપી હતી.. મુન્દ્રા એસ ટી ડેપો ના ગેઇટ પાસે વરસાદનું પુષ્કળ પાણી ભરાતું હોવાની ડેપો મેનેજર વિશાલગર ગુંસાઈ એ રજૂઆત કરી હતી..
સુધરાઈએ શહેર ના આદર્શ ટાવર થી પાવાપુરી સુધી હાલ દબાણ ઝૂબેશ કર્યા બાદ ફરી લારી ગલ્લા વાળા ગોઠવાઈ ગયા એ અંગે માર્ગ મકાન વિભાગ ના અધિકારી સમક્ષ રજૂઆત ચર્ચા કરી હતી.. આ બેઠકમાં મામલતદાર કલ્પના બેન ગોંધીયા, સુધરાઇ ચીફ ઓફિસર વૈભવ વ્યાસ, જીઈબી ના મહેશ મોદી, પી.એસ આઈ મુન્દ્રા એન પી ગોસ્વામી, પ્રાગપર પી એસ આઈ વી એન ચાવડા, મુન્દ્રા કોસ્ટલ પી એસ આઈ વાય કે પરમાર, માર્ગ મકાન વિભાગના ફેનિશ શેઠિયા તેમજ વિવિધ ખાતાઓના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા…
મુંદરા તાલુકાની સંકલન બેઠકમાં વિવિધ મુદ્દા ચર્ચાયા

