દાતાના સહયોગથી આધુનિક બનાવવાની જાહેરાત
માંડવી તાલુકાના મસ્કા ગામના સનાતન હિન્દુ સ્મશાનમાં સરકાર, સંસ્થા અને દાતાઓના સહયોગથી ત વિવિધ કામોનું ખાતમુહૂર્ત થયું હતું. મસ્કા મુક્તિધામમાં સોમવારના યોજાયેલા કાર્યક્રમમાં મસ્કાના પૂર્વ સરપંચ અને માંડવી તાલુકા પંચાયતના સત્તાપક્ષના નેતા કિર્તીભાઈ ગોરે સૌને આવકારી જણાવ્યું હતું કે, સ્મશાનમાં પાણીનો ટાંકો અને શૌચાલય જેવા કામો કરવામાં આવશે. ટાંકા અને શૌચાલયનું ખાતમુહૂર્ત કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ – ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશી અને કાનજીભાઈ રાબડીયા (રાજકુમાર)ના હસ્તે કરવામાં આવ્યું હતું. અરવિંદભાઈ જોશીએ જણાવ્યું હતું કે, આજથી મસ્કા મુક્તિધામનું નામ મંગલ મંદિર મુક્તિધામ રાખવું જોઈએ. દિનેશભાઈ શાહે જણાવ્યું હતું કે, મંગલ મંદિર મુક્તિધામ બ્લોઅર મોટરની સુવિધા ધરાવતું આધુનિક સ્મશાન બનાવવું જોઈએ. કિર્તીભાઈ ગોરે દાતાના સહકારથી બ્લોઅર મોટરની સુવિધા ધરાવતું આધુનિક સ્મશાન બનાવવાની જાહેરાત કરી હતી.
આ પ્રસંગે માનવ જ્યોત – ભુજ ના પ્રમુખ પ્રબોધભાઇ મુનવર ના સૌજન્ય થી ક્ચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ – ગોધરા દ્વારા, પક્ષીયો માટે પાણી ના કુંડા અને ચકલીઘર, કીર્તિભાઇ ને અર્પણ કરવા માં આવ્યા હતા. મસ્કાના પૂર્વ સરપંચ હીરાભાઈ પટેલ, રાજગોર સમાજના પ્રમુખ નાનજીભાઈ મોતા, ક્ષત્રિય સમાજના પ્રમુખ રણજીતસિંહ જાડેજા, કમલેશભાઈ ઠક્કર, શામજીભાઈ જોગી, દામજીભાઈ મહેશ્વરી, માણેકલાલ નાથાણી, શંભુલાલભાઈ મોતા, વિપુલભાઈ મોતા, અક્ષયભાઈ પટેલ અને વિજયસિંહ સોઢા ઉપસ્થિત રહ્યા હતાં.

