માંડવીના કાર્યક્રમમાં ૫૭ લાખના દાનની ઘોષણા

ડાયાલિસિસ સેન્ટરનું ભૂમિપૂજન, નવા કક્ષનું ઉદ્ઘાટન

માંડવીમાં આરોગ્યક્ષેત્રે કામગીરી કરતી સંસ્થા ”જનકલ્યાણ મેડીકલ સોસાયટી” સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિટલ અને ડાયાલિસિસ સેન્ટર–માંડવી દ્વારા રવિવારના ઉપાધ્યાય પૂર્ણભદ્રસાગરજી મ.સા.ની હાજરીમાં નવા ભોજનાલય–ડોકટર્સ માટે કવાટર અને હોસ્પિટલના સ્ટાફ કવાર્ટર્સનું ઉદ્ઘાટન, અત્યાધુનિક ડાયાલિલિસ સેન્ટરનું ભૂમિપૂજન તથા મોડયુલર ઓપરેશન થિયેટરના શુદ્ધિકરણ કરવાનો કાર્યક્રમ સંપન્ન થયો હતો.
પૂર્ણભદ્રસાગરજી મ.સા.એ માંગલિક શ્રવણ કરાવી જણાવ્યું હતું કે, કચ્છી સમાજ ધંધાર્થે કચ્છ છોડીને મુંબઈ કે વિદેશ જાય છે પણ તેઓ માતૃભૂમિનું ઋણ ચૂકવીને વતનનું જતન કરે છે. તેમણે દાતાઓને માર્મિક ટકોર કરતા જણાવ્યું હતું કે, હવે દાન આપવામાં બદલાવ લાવવાની જરૂર છે. હવે શિક્ષણ અને મેડીકલ ક્ષેત્રે દાન આપવાની જરૂર છે.
સોસાયટીના ચેરમેન કિરણભાઈ સંઘવીના પ્રમુખ પદે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે એગ્રોસેલ ફાઉન્ડેશન કચ્છના ડિરેકટર પ્રિતીબેન દિપેશભાઈ શ્રોફ(ચંદાબાગ) બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડા અને સમાજ સેવાના ભેખધારી જીગ્નેશભાઈ દોશી(અંજાર) ઉપસ્થિત રહ્યા હતા જયારે માંડવી નગરસેવા સદનના અધ્યક્ષ વર્ષાબેન જોશી, માંડવી તાલુકા પંચાયતના સત્તાપક્ષના નેતા કિર્તીભાઈ ગોર અને સામાજિક અગ્રણી જયેશભાઈ વીરા(દેશલપર) અતિથિવિશેષ પદે મંચસ્થ રહ્યાા હતાં.
પ્રમુખસ્થાનેથી સંસ્થાના ચેરમેન કિરણભાઈએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, ભુજપુર સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ભેદા હોસ્પિટલ ચાલે છે જેનો વહીવટ જનકલ્યાણ મેડીકલ સોસાયટીને સોંપવાની જાહેરાત થઈ છે. જે આગામી દિવસોમાં શરૂ કરાશે. નગર અધ્યક્ષા વર્ષાબેનએ નગર સેવા સદન તરફથી સોસાયટીને ૧૦ બેન્ચીસ આપવાની જાહેરાત કરી હતી.
નવા અદ્યતન ડાયાલીસીસ સેન્ટરનું ભૂમિપૂજન માયાબેન રમેશભાઈ દેઢીયા–ભુજપુર હાલે યુ.એસ.એ. હસ્તે કીરણભાઈ ગોસ્વામી, વિનોદભાઈ પીઠડીયા, ધવલભાઈ ગંગર દ્વારા, મોડયુલર ઓ.ટી. શુદ્ધિકરણનું તરલાબેન જયંતભાઈ છેડા(ડોણ હાલે મુંબઈ) પ્રિન્સ પાઈપ મુંબઈ દ્વારા, ભોજનાલયનું રાધિકાબેન ઠાકરશીભાઈ શેઠીયા (ભુજપુર હાલે મુંબઈ)દ્વારા, ભોજન કક્ષનું સરલાબેન વિશનજી શામજી દેઢીયા-ગુંદાલા હાલે મુંબઈ દ્વારા, રસોડાનું રૂક્ષ્મણીબેન હિમતલાલ પોકાર–લુડવા હાલે પુના દ્વારા, લિફટનું પ્રેમિલાબેન દામજી ભાણજી ગડા–રાયધણજર હાલે મુંબઈ દ્વારા, ડોકટર કવાટર નં. ૧નું સ્વ. પ્રભાબેન વસંતલાલ શાહ–માંડવી હાલે દારેસલામ હસ્તે શીલ્પાબેન પરેશભાઈ સંઘવી દ્વારા, ડોકટર કવાટર નં. ૩નું પાર્વતીબેન મણિલાલ સેંઘાણી–દરશડી હાલે મુંબઈ દ્વારા , ડોકટર કવાટર નં. ૪નું સ્વ. લખમશીભાઈ લઘાભાઈ વાસાણી–દરશડી હાલે મુંબઈ દ્વારા, પેરામેડિકલ સ્ટાફ વાર્ટસનનું જીવતીબેન મગનલાલ પટવા પરિવાર–માંડવી હાલે મુંબઈ હસ્તે રજનીભાઈ પટવાના હસ્તે લોકાર્પણ કરાયું હતું.
કાર્યક્રમ દરમ્યાન મૂળ ભુજપુર હાલમાં મુંબઈ નિવાસી બીજલબેન રાજેશભાઈ વોરા (હસ્તે. રાધિકાબેન ઠાકરશીભાઈ શેઠિયા)એ ૪૫ દિવસની મૌન સાધના નિમિત્તે મોડયુલર ઓપરેશન થિયેટર માટે રૂપિયા ૩૫ લાખનું દાન આપવાની જાહેરાત કરી હતી. મધુબેન વિજયભાઈ છેડા (બેટમેન–બિદડા સર્વોદય ટ્રસ્ટ તરફથી ગોચરી રૂમ માટે રૂપિયા ૧૧ લાખનું દાન આપવાની જાહેરાત થઈ હતી જયારે મહાવીર ડેવલોપર્સ વાલા જીગ્નેશભાઈ દોશી (અંજાર) તરફથી હોસ્પિટલના વિકાસ માટે રૂપિયા ૧૧ લાખનું દાન આપવાની જાહેરાત કરાઈ હતી. આમ ૩ દાતાઓ તરફથી કુલ ૫૭ લાખના દાનની જાહેરાત કરવામાં આવી હોવાનું સોસાયટીના ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઇ મણિલાલ શાહે જણાવ્યું હતુ
મંચસ્થ ઉપપ્રમુખ શાંતિલાલભાઈ પટેલ, સહમંત્રી મહેશભાઈ કંસારા, ખજાનચી નિશાંતભાઈ શાહ, વી. કે. સોલંકી, નરોતમભાઈ ધોળુ, સભ્ય ડો. હર્ષદભાઈ ઉદેશી, કમિટિ મેમ્બર ડો. હિતેશભાઈ ભટ્ટ, એડમીન કેતલબેન ભટ્ટ, જૈન અગ્રણી ભરતભાઈ મહેતા(ડગાળાવાલા) અને સભ્ય ભારતીબેન સંઘવી, ડો. આદિત્ય ચંદારાણાના હસ્તે સન્માન કરાયું હતું. ઉદઘોષણ બદલ લાયજાના કચ્છી સાહિત્યકાર વિશ્રામભાઈનું પણ અભિવાદન કરાયું હતું. કાર્યક્રમમાં માંડવીના અગ્રણીઓ વાડીલાલભાઈ દોશી, ચંદ્રેશભાઈ શાહ, મયુરભાઈ શાહ, નિખિલેશભાઈ ભંડારી, લિનેશભાઈ શાહ, ડો. મનોજભાઈ માકાણી, જયેશભાઈ જી. શાહ, જુગલભાઈ સંઘવી, ગોરધનભાઈ પટેલ ‘કવિ’, અરવિંદભાઈ જોષી (ગોધરા), જેન્તીભાઈ શાહ, ભરતભાઈ ડગાળાવાલા, સંજયભાઈ ડગાળાવાલા, મહેન્દ્રભાઈ કંદોઈ, સુજાતાબેન ભાયાણી, જયાબેન ગણાત્રા, રમેશભાઈ નંદા, રાજેશભાઈ દોશી, જયોતિબેન ગાલા, રક્ષાબેન સચદે, પારૂલબેન ગોગરી, ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના અરવિંદભાઈ શાહે આભારદર્શન કરેલ હતું