અંજારમાં સમૂહ જનોઈ કાર્યક્રમ યોજાયો

શ્રીમાળી બ્રાહ્મણ છાત્રાલયનાં ઉપક્રમે આયોજન

અંજાર શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ છાત્રાલય ટ્રસ્ટ-અંજાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બ્રહ્મ સમાજના મહાપર્વ બળેવ નિમિત્તે દેવેનભાઈ કનકચંદ્ર વ્યાસના આચાર્ય પદે તથા ચેતનભાઈ હર્ષદભાઈ રાવલના ઉપાચાર્ય પlદે નૂતન યજ્ઞોપવિતધારણ વિધિ “શ્રાવણી”નો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે પૂજા અર્ચનાની વ્યવસ્થા સ્વામી વિવેકાનંદ વિદ્યાર્થી ભવનના પટાંગણમાં સંસ્થા દ્વારા કરવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ રાજેન્દ્રભાઈ શાંતિલાલભાઈ દવેએ જણાવ્યું હતું કે, છેલ્લા બેતાલીસ વર્ષથી બળેવ નિમિત્તે સમૂહમાં નુતન યગનો પવિત ધારણ કરવામાં આવે છે. આચાર્ય પદેથી દેવેનભાઈ વ્યાસે યજ્ઞોપવિતનો મહિમા સમજાવી તેમાં વિવિધ દેવોનું આહવાન કરી યજ્ઞો પવિત ધારણ કરવામાં આવે છે તેનો મુખ્ય હેતુ નકારાત્મક શક્તિથી શરીરને રક્ષણ મળે તે છે. તેમજણાવ્યું હતું.
કાર્યક્રમમાં રાજેન્દ્રભાઈ દવે, ભાનુકાન્તભાઈ વ્યાસ, નિલેશભાઈ જોશી, દિવ્યેશભાઇ દવે, રાજુભાઈ દવે, ચેતનભાઇ રાવલ, બટુકભાઈ વ્યાસ, રાજેશભાઈ દવે, યોગેશભાઈ દવે, અનિલભાઈ પંડ્યા (આઈ. ઓ. સી.), ભરતભાઈ પંડ્યા, અરવિંદભાઈ વ્યાસ, જયમીન ભાઈ પંડ્યા, મયુરભાઈ રમેશભાઈ મજેઠીયા, ભાવેશભાઈ દિલીપભાઈ ઠક્કર વગેરેએ વેદો મંત્રોચ્ચાર સાથે નુતન યજ્ઞ પવિત્ર ધારણ કરી હતી. મયુરભાઈ રાજેન્દ્રભાઈ દવે, સુરેશભાઈ દવે, મનીષભાઈ દવે, વિજયભાઈ જોશી, કુશભાઈ દવે, હેતભાઈ જગદીશભાઈ પ્રજાપતિ વગેરેએ જહેમત ઉઠાવી હતી.