વિવિધ વિસ્તારમાં કરવામાં આવેલું આયોજન
બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદ અમદાવાદ દ્વારા લેવાતી સંસ્કૃતની પ્રબોધ થી પ્રાજ્ઞ સુધીની પરીક્ષાઓ કચ્છ જિલ્લામાં જુદા જુદા કેન્દ્રો ખાતે લેવાઈ હતી.જેમાં 200થી વધારે વિદ્યાર્થીઓ જોડાયા હતા. ભુજ, ચુંનડી, ગણેશનગર, શાંતિનિકેતન, રાવલવાડી વગેરે પ્રાથમિક શાળાના કેન્દ્રો ખાતે પરીક્ષા લેવાઈ હતી.પરીક્ષાનો પ્રારંભ એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસર કુલદીપ પટેલ તેમજ પુષ્પાબેન સોલંકી,પીર અનવરશા,માલસી માતંગ વગેરેના હસ્તે પેપરનું વિમોચન કરવા સાથે થયું હતુ. પરીક્ષાનું સુપરવિઝન આશાબેન સ્વાદિયાએ કર્યું હતું. ભૂમિકાબેન ફુરીયા તરફથી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કેશાબેન છાયા,મમતાબેન જોશી,ઠાકરબેન વગેરેએ જે તે કેન્દ્રમાં પરીક્ષાનું સંચાલન કર્યું હતું.એવું કેન્દ્રના મુખ્ય સંચાલક વિભાકર ભાઈ અંતાણીએ જણાવ્યું હતું.આશિષ વૈદ્ય, આશાબેન સ્વાદિયાએ પ્રબોધની મૌખિક પરીક્ષાનું સંચાલન કર્યું હતું.વ્યવસ્થા અનસુયાબેનએ સંભાળી હતી.

