પ્રધાનમંત્રીના ૨૫ વર્ષના શાસન અન્વયે યોજાયો કાર્યક્રમ
ભુજ ખાતે જે. કે. મોરબિયા ચેરિટેબલ ટ્રસ્ટ અને લાયન્સ ક્લબ કચ્છ સાઇટ ફર્સ્ટ દ્વારા સંચાલિત કિડ્સ ડિસેબિલિટી સેન્ટરમાં મનોદિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરવા વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. ભારતીય જનતા પાર્ટીના કચ્છ સંગઠન દ્વારા પ્રધાનમંત્રીના ૨૫ વર્ષના શાસન નિમિત્તે મનોદિવ્યાંગ બાળકોને એજ્યુકેશનલ કિટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, નગરપાલિકા પ્રમુખ શીતલભાઈ શાહ, જિલ્લા ભાજપના મહામંત્રી હિતેશભાઈ ખનદોર, ભુજ શહેર ભાજપ પ્રમુખ મિતભાઈ ઠક્કર તથા પાર્ટીની વિવિધ પાંખોના હોદ્દેદારોએ હાજરી આપી હતી. કાર્યક્રમનું સંકલન ધીરેન લાલન દ્વારા કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ કચ્છ સાઇટ ફર્સ્ટના ચેરમેન ડૉ. ધર્મેન્દ્રસિંહ જાડેજાએ સ્વાગત કરીને સંસ્થાનો પરિચય આપ્યો હતો

