બેંકની સેવા સિનિયર ગ્રાહકે બિરદાવી.

સામાન્ય રીતે બેન્ક દ્વારા શ્રેષ્ઠ ગ્રાહકોનું સન્માન કરવામાં આવતું હોય છે પણ ભુજની ભુજ મર્કેન્ટાઇલ બેન્કમાં બેન્કના જ સિનિયર ગ્રાહક રાષ્ટ્રીય એવૉર્ડ વિજેતા શિક્ષક સેવાભાવી મગનભાઈ ઠક્કરે બેન્કના આસીસ્ટન્ટ જનરલ મેનેજર નરેન્દ્રભાઈ શાહનું હોસ્પિટલ રોડ શાખામાં જઈને સન્માન કર્યું હતું. બેન્કના ફાઉન્ડર ચેરમેન CA મહેન્દ્રભાઈ મોરબીઆ અને તેમની ટીમને તેઓએ બિરદાવી હતી બેન્કના AGM હિતેશ માણેક, ઓફિસર્સ બિંદી શાહ, અલ્પેશ વ્યાસ, કમલેશ વૉરા , વૈભવી શાહ, પ્રિયંકા જોબનપુત્રા, મેહુલ જોશી, હમિદ લાહેજી, સુરેશ માખેચા, ઇન્દુભા વી.ઉપસ્થિત રહ્યા હતા.