ગાંધીધામ રેલવે હોસ્પિટલમાં મોટી તબીબી સિદ્ધિ

66 વર્ષીય મહિલાન 3 કિલો વજનની ઓવેરિયન ગાંઠનું ઓપરેશન

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળની ઉપ-મંડળ રેલવે હોસ્પિટલ, ગાંધીધામમાં અદ્યતન તબીબી સુવિધાઓ અને તબીબોની ટીમ દ્વારા 28 જુલાઇના જટિલ અને ઉચ્ચ જોખમવાળી સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી.હોસ્પિટલના ડૉક્ટરોની ટીમે 66 વર્ષીય મહિલાના પેટમાંથી આશરે 3 કિલોગ્રામ વજન અને અંદાજે 20 × 18 સેમી કદની દુર્લભ અને વિશાળ ઓવેરિયન ગાંઠ સફળતાપૂર્વક દૂર કરી હતી. આ સર્જરીના કારણે દર્દીને વધુ ઉચ્ચ કક્ષાની હોસ્પિટલમાં રિફર કરવાની જરૂર પડી નહોતી અને સ્થાનિક સ્તરે જ સંપૂર્ણ સારવાર ઉપલબ્ધ બની શકીહતી.66 વર્ષીય મહિલા દર્દી પેટમાં ભારે દુખાવો અને સોજાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં આવ્યા હતા. તપાસ દરમિયાન તેમના પેટમાં ખૂબ મોટી ગાંઠ હોવાની પુષ્ટિ થઇ. દર્દીની ઉંમર અને ગાંઠના મોટા કદને ધ્યાનમાં લેતા આ સર્જરી અત્યંત જોખમી હતી, જેમાં વધુ રક્તસ્રાવ અને અન્ય જટિલતાઓની સંભાવના હતી.
ગાંધીધામ રેલવે હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં ડૉ. જિગ્નેશ મહેતાના નેતૃત્વ હેઠળ આ જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી. એક્સપ્લોરેટરી લેપરોટોમી પ્રક્રિયા સ્પાઇનલ એનેસ્થેશિયા હેઠળ કોઈપણ પ્રકારની જટિલતા વિના સફળતાપૂર્વક તેને પૂર્ણ કરવામાં આવી હતી.વિશાળ ગાંઠને કોઈપણ પ્રકારની જટિલતા કે નુકસાન વિના સંપૂર્ણપણે શરીરમાંથી દૂર કરવામાં આવી હતીસર્જરી બાદ દર્દીની તબિયતમાં સંતોષજનક સુધારો નોંધાયો છે અને હાલ તેમની સ્થિતિ સંપૂર્ણપણે સ્થિર છે. તેઓ ડૉક્ટરોની દેખરેખ હેઠળ સ્વસ્થ થઈ રહ્યા છે. ભાવી યોજના સ્વરૂપે ગાંઠના નમૂનાને હિસ્ટોપેથોલોજિકલ તપાસ માટે પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યો છે, જેથી કેન્સરની સંભાવનાને સંપૂર્ણપણે નકારી શકાય. તપાસ અહેવાલ પ્રાપ્ત થયા બાદ જરૂરી હોય તો આગળની સારવાર અંગે નિર્ણય લેવામાં આવશે. તેવું હોસ્પિટલે જણાવ છે.તબીબી ક્ષેત્રની આ સફળતા ઉપ- મંડળ રેલવે હોસ્પિટલોની વધતી તબીબી ક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે. સામાન્ય રીતે આવા મોટા અને જટિલ ટ્યુમરના કેસોમાં દર્દીઓને સુપર-સ્પેશિયાલિટી અથવા ખાનગી હોસ્પિટલોમાં રિફર કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *