નાનાયક્ષના મેળા નો પ્રારંભ

માધાપર (ભુજ)માં નાના યક્ષનો મેળો પરંપરાગત રીતે શ્રધ્ધાભેર ભરાયો. સારા વરસાદને કારણે મેળાની રંગતની રોનક વધી. શનિવારથી શરૂ થયેલા મેળામાં માનવ મહેરામણ ઉમટ્યો. .સાંસદ વિનોદભાઈ ચાવડા ,ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી ભીમજી જોધાણી, માધાપર જુનાવાસ સરપંચ ગંગાબેન,ભુજ શહેર ભાજપ પ્રમુખ મીતભાઈ ઠક્કર, યક્ષ મંદિર ના ટ્રસ્ટી નરેશભાઈ શાહના હસ્તે લોક મેળા નું ઉદ્ઘાટન કરાયું.