ત્રણ દિવ્યાંગ આત્મનિર્ભર થવા ભણી….

માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી અને કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ – ગોધરાના સંયુક્ત ઉપક્રમે, કોડાય (માંડવી) અને ડુમરા (અબડાસા)ના બે દિવ્યાંગને ટ્રાયસિકલ અને ફરાદી (તા.માંડવી)ના એક દિવ્યાંગ બહેનને વ્હિલચેર અર્પણ કરીને તેમને આત્મનિર્ભર બનવવાનો પ્રયાસ કરાયો હતો. સોસાયટીના પ્રમુખ દિનેશભાઈ શાહે જણાવ્યું હતું કે, જયાવંતીબેન વિજયસિંહ ટોપરાણી (હસ્તે. નિરંજનાબેન અરવિંદભાઈ ટોપરાણી) મૂળ માંડવી – કચ્છ હાલ મસ્કત – ઓમાન તરફથી આ સાધન સહાય આપવામાં આવી હતી. સોસાયટીના ઉપપ્રમુખ અરવિંદભાઇ શાહ,મંત્રી શાંતિલાલભાઈ ગણાત્રા, ખજાનચી પ્રતાપભાઈ ચોથાણી, સહમંત્રી સુલતાનભાઈ મીર જોડાયા હતાં. શૈલેષભાઈ મીઠાવાલા અને નિશાબેન પરમાર સહયોગી રહ્યા હતાં.