લાયન્સ ક્લબ ભચાઉ દ્વારા ફ્રેન્ડશીપ ડે ઉજવાયો

ફ્રેન્ડશીપ ડે રવિવારના લાયન્સ ક્લબ ભચાઉએ મોડલ સ્કૂલ ની મુલાકાત લઈ ત્યાં રહેતા બાળકો માટે સેવાભાવી અને માનવતાસભર સેવા કાર્યક્રમ યોજ્યો હતો. બાળકોના સ્વાસ્થ્ય, પોષણ અને સુખાકારીને ધ્યાનમાં રાખીને આ સેવા પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ક્લબ પ્રમુખ ડો ધર્મેન્દ્રભાઈ પરમાર, ખજાનચી જયેન્દ્ર ભાઈ શાહ, જયદીપભાઈ જોશી, નિલેશભાઈ ચાવડા, ઇશ્વરભાઇ ઓઝા, ભાનુબેન જોશી તથા મોડલ સ્કૂલ ના સ્ટાફએ સહભાગિતા નોંધાવી હતી. ઋત્વિબેન, ચક્ષુ બેન, અને સંદીપભાઈ માહેશ્વરી હાજર રહ્યા હતા.