પ્રાચીન કાળની અંદર ગુરુ શિષ્યની પરંપરા ચાલી આવે છે ગુરુ એ માત્ર શિક્ષક નહીં પરંતુ શિષ્યના જીવન માં આવેલા અંધકારને અજવાસ પાથરવાનું કામ કરે છે આ પરંપરા ને ચાલુ રાખી ભારતમાં 1981માં સ્થાપિત કરાયેલી સંસ્કાર ભારતી દ્વારા કલા અને સંસ્કૃતિને જાળવનારા કલા ગુરુઓને પૂજવાનો અવસર અવિરત રખાયો છે. ચાલુ વર્ષે કચ્છ સમિતિ દ્વારા કેળવણી કાર, સાહિત્યકાર રમેશભાઈ દવેનું ગુરુ પૂજન તેમના નિવાસસ્થાને જઈને કરવામાં આવ્યું હતું.રંગમંચ અને લલિત કલાને સમર્પિત સંસ્કાર ભારતી દ્વારા છેલ્લા ત્રણ દાયકાથી ગુરુ પૂજન નું આયોજન કરવામાં આવે છે ચાલુ વર્ષે કેળવણી કાર અને સાહિત્યકાર રમેશભાઈ દવેનું પૂજન તેમના નિવાસસ્થાને કરવામાં આવ્યું હતું. આ અવસર સંસ્કાર ભારતી પ્રાંતના પંકજભાઈ ઝાલા એ ગુરુ રમેશભાઈ એક સારા કેળવણીકાર સાથે સાહિત્યકાર હોવાનું જણાવી તેમના અનેક શિષ્યોએ આજે ઊંચાઈના શિખરો સર કર્યા છે તેમ કહ્યું હતું. સંસ્કાર ભારતી દ્વારા દર વર્ષે ગુરુ પૂજન તથા અન્ય લલિત કલા ને લગતી માહિતી આપી લોકોને આ સંસ્થામાં જોડાવા માટે પણ તેમણે આહવાન કર્યું હતું. કચ્છ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સલર ડોક્ટર કાંતિભાઈ ગોરે શ્રી દવે સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા અને તેમની સાથે કરેલા કાર્યોને યાદ કરી જાણકારી આપી હતી આ અવસર એ સંસ્કાર ભારતી ના સભ્ય તથા અન્ય મહાનુભાવો, શિષ્યોએ હાજર રહી ભગવાન નટરાજ અને રમેશભાઈ નું પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
કળા–સંસ્કૃતિના રખેવાડ ગુરુનું પૂજન

