પિંગલેશ્વર કાંઠે શંકાસ્પદ સામગ્રી મળતા એજન્સીઓ સતર્ક

સંયુક્ત પેટ્રોલિંગમાં સાધનો મળ્યા, તપાસનો ધમધમાટ સાગર સુરક્ષાની દૃષ્ટિએ સંવેદનશીલ સાથે વ્યૂહાત્મક રીતે મહત્વના અબડાસાના જખૌ પંથકમાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓના સંયુક્ત પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ એ.આઈએસ. સિસ્ટમ તથા ઓક્સિજન સિલિન્ડર મળી આવતાં તંત્ર એલર્ટ બન્યું છે. પીંગલેશ્વર નજીકના લેન્ડીંગ દરિયાકાંઠા વિસ્તારમાંથી મળેલા આ સાધનો અંગે સર્વગ્રાહી તપાસ હાથ ધરાઇ છે. જખૌ પોલીસ સ્ટેશનના ફોજદાર આર.જે….

Read Full News

સમરસતા તટસ્ઠ સમાજ વ્યવસ્થાનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત

ગાંધીધામમાં કળશ યાત્રાના આગમને કાર્યક્રમ યોજાયો સમાજ સુધારક સંત રવિદાસજી મહારાજની 650મી જન્મજયંતી નિમિત્તે કચ્છમાં કળશયાત્રા આગમન બાદ ગાંધીધામ ખાતે આગમન સમયે કાર્યક્રમ યોજાયો હતો. મહારાજની જન્મભોમકા વારાણસીથી ગંગાના તટની માટી ભરેલા કળશો દેશના દરેક રાજ્યો, જિલ્લાઓ અને ગામડે-ગામડે સુધી યાત્રા દ્વારા પહોંચાડવામાં આવી રહ્યા છે.. કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ સહિતના આગેવાનોએ વસ્ત્રાલ…

Read Full News

જી. કે..માં સુપર સ્પેશિયાલિટી સારવારનો નવો યુગ શરૂ થવા ભણી

ઉચ્ચતમ સારવાર સહિતની તબીબી સવલતો મળવાની આશા જિલ્લા હોસ્પિટલ હોવા છતાં એક સમયે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં દર્દીઓને પૂરતી સારવાર પણ માંડ મળતી હતી. પરંતુ ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ સાથે જોડાણ બાદ હવે આગામી સમયમાં કચ્છના દર્દીઓને ઘરઆંગણે સુપર સ્પેશિયાલિટી સારવાર આ હોસ્પિટલના માધ્યમથી મળવાની આશા જાગી છે. જનરલ હોસ્પિટલ સાથેની મેડિકલ કોલેજમાં…

Read Full News

ખેંગારજી બાવાની જન્મ જયંતિ ઉજવાઈ

ચ્છના સવાઈ બહાદુર રાવ ખેંગારજી બાવાની ૧૬૦ મી જન્મ જયંતી ભુજ ખાતે ખેંગાર પાર્કમાં આવેલી તેમની પ્રતિમા પાસે ઉજવાઇ હતી ભુજ નગરપાલિકા અને સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ હારા રોપણ કર્યું હતું. નગરપાલિકાના કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવી તેમજ રાજવી પરિવારના હનુવતસિંહજી જાણીતા કવિ પબુ ગઢવી, નગરપાલિકાના કાઉન્સીલર રૂપલબેન…

Read Full News

પૂર્વ મહેસુલ મંત્રીની જન્મજયંતીની ઉજવણી

ગુજરાતના પૂર્વ મહેસુલ મંત્રી અને લોકસેવક પ્રેમજી ભવાનજી ઠક્કરની જન્મજયંતીએ ભુજની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના તેમજ ભુજ નગર પાલિકા નાં ઉપક્રમે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બાળકો માટે ચિત્ર અને સુલેખન સ્પર્ધા યોજાઈ હતી. વિજેતા થનારાઓને ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા સાથે વિવિધ સેવા કાર્યો પણ કરવામાં આવ્યા હતા. રાજેન્દ્ર બાગ પાસે સ્વ.ની…

Read Full News

પ્રચંડ વિસ્ફોટથી ચાર માનવજીવન પર પૂર્ણવિરામ

કોટડા જડોદર મફતનગરમાં કરુણાંતિકા, તપાસનો પ્રારંભ નખત્રાણા તાલુકામાં કોટડા જડોદર ગામ પાસે મફતનગર વિસ્તારમાં શનિવારે ઢળતી બપોરે ભંગારના વાડામાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં શ્રમજીવી કુંભાર પરિવારના ચાર સભ્યની જિંદગી ભરખાઈ હતી. ધડાકો ક્યા કારણે થયો તેની તપાસ નિષ્ણાતોએ આદરી છે. એક જ પરિવારના બે સહોદર અને બે કુમળી વયના બાળકોને મૃત્યુના મુખમાં ધકેલી દેનારા આ કરુણ…

Read Full News

વા.બે.ચો. યુવતી મંડળ, ભુજનું ‘ગ્રાન્ડ એક્ઝિબિશન’

સર્જનાત્મકતા અને કૌશલ્ય બહાર લાવવા માટેનો પ્રયાસ ભુજ વાગડ બે ચોવીસી યુવતી મંડળ દ્વારા આરટીઓ વાડી ભુજ ખાતે પ્રમુખ નેહલબેન શેઠના અધ્યક્ષસ્થાને ‘ગ્રાન્ડ એક્ઝિબિશન’ યોજાયું હતું. બે દિવસીય આ પ્રદર્શનને પ્રતિસાદ મળ્યો હતો. યુવતી મંડળનાં મંત્રી નિરાલીબેન પારેખએ સ્વાગત કર્યું હતું. ભુજ સમાજના પ્રમુખ કિશોરભાઈ મોરબીયા, મહિલા મંડળનાં પ્રમુખ જયશ્રીબેન ખંડોર તથા યુવક મંડળનાં પ્રમુખ…

Read Full News

હોમિયો. દવાથી જટિલ રોગોમાં પણ ફાયદો થાય

માંડવીના સેવામંડળ અને ભુજના રામકૃષ્ણ મઠના સંયુક્ત ઉપક્રમે, સેવામંડળના દવાખાનામાં મંછારામ બાપુના વાડામાં શનિવારના હોમિયોપેથિક નિદાન અને સારવારનો ૨૭મો નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં નવ ગામના ૧૧૪ લોકોએ લાભ લીધો હતો. ડો.મનોજભાઈ માકાણી (એમ.ડી.)એ જણાવ્યું હતું કે, હોમિયોપેથીક દવા લેવાથી કોઈ આડઅસર થતી નથી તેમજ હોમિયોપેથીક દવાઓ લાંબા સમય સુધી લેવાથી જટિલ રોગોમાં…

Read Full News

માંડવી કોલેજમાં દાતાની જયંતીએ કાર્યક્રમો યોજાયા

માંડવીની શેઠ એસ.વી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનું જેમના નામથી નામકરણ થયેલું છે એવા દાતા અને સ્વાતંત્ર્ય સેનાની શેઠ સુરજી વલ્લભદાસની જન્મજયંતી નિમિત્તે કોલેજ ખાતે રક્તદાન કેમ્પ, થેલેસેમિયા ટેસ્ટ તથા ગાયત્રી યજ્ઞ યોજાયા હતા. પ્રારંભ કોલેજની સ્થાપનાના વર્ષ 1966ના પ્રથમ વર્ષના વિદ્યાર્થી મોહનભાઈ જોબનપુત્રાના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. થેલેસેમિયા ટેસ્ટ તથા બ્લડ ડોનેશન કેમ્પનો…

Read Full News

સાત ટ્રેનનું ગાંધીધામ સ્ટેશનને 19મીથી બાયબાય

બાયપાસ સાથે ગોપાલપુરી થઈ અવરજવર કરશે, એપ્રોચ રોડ માટે ખાત્રી ગાંધીધામ નજીકના ગોપાલપુરી સ્ટેશનથી આગામી 19મી સપ્ટેમ્બરથી સાત ટ્રેન ગાંધીધામ સ્ટેશનને બાયબાય કરીને અવરજવર કરશે. વડાલાનાં મણિલાલ નરશી છેડા, ચુનીલાલ લાલજી શેઠીયા તથા નવીન જખુ (ભાણજી) ગાલા ગોપાલપુરી સ્ટેશનના નિરીક્ષણ માટે તાજેતરમાં ગયાં હતાં . તેમણે જણાવેલુ કે ગોપાલપુરી સ્ટેશને બધી સગવડો છે પરંતુ સ્ટેશનનો…

Read Full News