માંડવીની શાળામાં સામાજિક વિજ્ઞાન પ્રદર્શન
માંડવીની અંગ્રેજી માધ્યમની એઈમ્સ શાળામાં સામાજિક વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. શાળાના આચાર્યા ડો. કિંજલબેન કૌશિકભાઈ શાહ અને ડિરેક્ટર ડો. કૌશિકભાઈ શાહે જણાવ્યું હતું કે પ્રદર્શનમાં શાળાના ધોરણ ૧ થી ૧૨ ના ૨૫૦ છાત્ર જોડાયા હતા. પ્રભુભાઈ ગઢવી અને દિલીપભાઈ શાહે વિદ્યાર્થીઓને તેમની મહેનત અને કાર્ય માટે પ્રોત્સાહિત કર્યા હતાં.

