માધાપરમાં 285 ક. ગુ. ક્ષ. છાત્રનું સન્માન

શિક્ષણ ક્ષેત્રને લગતું માર્ગદર્શન અગ્રણીઓએ આપ્યું

કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ, માધાપર દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાયો હતો. ધોરણ 1થી 12 તથા ઉચ્ચ અભ્યાસમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 285 વિધ્યાર્થીનું બહુમાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ અને ઘટક પ્રમુખ જયંતીલાલ વાઘેલા, અતિથિ વિશેષ સમાજરત્ન વિનોદભાઈ સોલંકી સહિતના સમાજના આગેવાનો આ નિમિતે ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને શિક્ષણ ક્ષેત્રે માર્ગદર્શન અપાયું હતું. સરસ્વતી સન્માન સમારોહ હેઠળ વિદ્યાર્થીઓને કુલ 1.20 લાખના ઇનામો અપાયા હતા. તો દાતાઓ તરફથી 94,551નું દાન અપાયું હતું. મહાસભાના વરિષ્ઠ ઉપપ્રમુખ ડૉ. મનોજભાઈ સોલંકી, ઉપપ્રમુખ બાબુભાઈ પરમાર, કચ્છ પ્રાદેશિક પ્રમુખ બાબુભાઈ ચૌહાણ, ચમનભાઈ ચૌહાણ, વિજેન્દ્રભાઈ ગોહિલ, મનોજભાઈ ટંક, નરેન્દ્ર સોલંકી, મહિલા મંડળ, યુવા મંડળ તથા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.