ગાંધીધામના ચકચારી હુમલા કેસમાં પોલીસ દ્વારા કરાયું રિકન્ટ્રક્શન

સી.સી. ટી.વી. ફૂટેજ વાયરલ થયા બાદ બેની ધડપકડ

ગાંધીધામ ખાતે આઈસ્ક્રીમના વેપારી પર હુમલો અને સાક્ષી પર કાર ચડાવી હત્યાનો પ્રયાસ થવાના કેસમાં પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા છે. ગુરુવારે આ તહોમતદારોનું પોલીસે રિકન્ટ્રક્શન કરાવ્યું હતું.
ભારતનગર વિસ્તારમાં આઈસ્ક્રીમના વેપારી પર હુમલો તેમજ સાક્ષી પર કાર ચડાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવાના આ કિસ્સામાં 12 ઓગસ્ટના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા.
કેસમાં ગાંધીધામ એ. ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી બે આરોપી અવેશ સિધિક સુમરા અને સરફરાજ મેહબૂબભાઈ ચૌહાણને ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને આરોપીઓને ગુરુવારે ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. રિકન્સ્ટ્રક્શન દરમિયાન સ્થાનિક વેપારીઓ અને લોકો એકત્ર થયા હતા. આરોપીઓને ઘટનાસ્થળે લાવવામાં આવતા વેપારીઓએ તાળીઓ વગાડી પોલીસની કામગીરીને બિરદાવી હતી. ભારતનગર વેપારી એસોસિએશન દ્વારા પોલીસ ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચના અને માર્ગદર્શન હેઠળ પી.આઈ. એમ.જે. રાઠોડની ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યારે કેસની વધુ તપાસ સબ ઇન્સ્પેક્ટર વી.એચ. ઝાલા દ્વારા કરવામાં આવી રહી છે.