આંખના પડદાના ગંભીર રોગની અપાઈ સારવાર
ભોજાય સર્વોદય ટ્રસ્ટ દ્વારા રતનપર હોસ્પિટલ ખાતે આંખના પડદાના રોગોનો નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો. ભોજાય સર્વોદય ટ્રસ્ટ સંચાલિત પાનબાઈ કરશનભાઈ પાલણ હોસ્પિટલ, રતનપર ખાતે શનિવારના આંખના પડદાના ગંભીર રોગો માટે આ એક ખાસ નિદાન અને સારવાર શિબિર યોજાયો હતો. ડો. ભાણજી ઉમરશી ગડા રેટિના વિભાગના ઉપક્રમે યોજાયેલી આ શિબિરમાં ૬૫ દર્દીઓએ લાભ લીધો હતો.

