નિલેશ ગઢવી, પૂનમબેન ગઢવી અને શ્યામ ગઢવી રમઝટ બોલાવશે
શ્રાવણ માસ દરમ્યાન અબડાસા વિસ્તારમાં સમગ્ર મહિનો જ્યાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવાના છે એવા જાણીતા ધાર્મિક સ્થળ ડુમરા સ્થિત આનંદેશ્વર શિવાલયે સોમવાર તા. 17મી ઓગસ્ટના જાણીતા કલાકારોની શિવશાહી સંતવાણી રાત્રે આઠ વાગ્યે યોજાશે.કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જાણીતા કલાકારો નિલેશ ગઢવી, પૂનમબેન ગઢવી, શ્યામ ગઢવી અને સાથી કલાકારો સોમવારે રાત્રે આઠ વાગ્યે આ કાર્યક્રમ અંતર્ગત રમઝટ બોલાવશે.
ડુમરાના આ શિવાલય ખાતે શ્રાવણમાં વિવિધ કાર્યક્રમો યોજાવાના છે. આ પૈકીનો આ પ્રથમ મોટો કાર્યક્રમ બની રહેશે. આ ધાર્મિક સ્થળે શ્રાવણમાં પૂજન, અર્ચન , શણગાર અને હવન સહિતના કાર્યક્રમોનું આયોજન ઘડાયું છે. શાહી સંતવાણીના આયોજન માટે ભાવેશ લક્કી સેવા સ્મૃતિ ટ્રસ્ટ ડુમરા અને ડુમરા વિસ્તાર વિકાસ સમિતિ અને અન્ય દાતાઓનો સહયોગ મળ્યો હોવાનું આયોજકોએ કહ્યું હતું. આ નિમિતે ધાર્મિક, સેવાકીય અને જીવદયાના કાર્યોનો સંગમ પણ રચાયો હોવાની વિગતો અપાઈ છે

