આનંદેશ્વર શિવાલયે શ્રાવણી કાર્યક્રમોનો શ્રધ્ધાભેર શુભારંભ

પુજન, અર્ચન, શણગાર સાથે જીવદયા અને સેવાની સરવાણીની પરંપરા બરકરાર

ડુમરા (અબડાસા) : ડુમરા તેમજ આજુબાજુના ગામોના આસ્થાના સ્થાન એવા અહીં આવેલાં પૌરાણિક આનર્દેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ દરમ્યાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ડુમરા વિસ્તાર વિકાસ સમિતિ અને ભાવેશ લકકી સેવા સ્મૃતિ ટ્રસ્ટ ધ્વારા દાતાઓના સહયોગથી કરવામાં આવ્યું છે. મંદિર ખાતે ઉધ્વધ્વન તપસ્વી દિગંબર પ્રેમગીરીબાપુએ ગાદી સંભાળયા બાદ મંદિર પરિસરનો વિકાસ થયો છે. તાજેતરમાં જ પ્રેમગીરીબાપુ બ્રહમલીન થયાં બાદ હાલે તેઓના જ ગુરૂભાઈ રૂદ્દગીરીબાપુ ગાદીપતિ બન્યા છે.

પ્રેમગીરીબાપુની ચિરસ્મૃતિમાં આ શ્રાવણ માસમાં સમગ્ર માસ દરમ્યાન ભક્તિમય કાર્યક્રમોની શ્રુંખલા રાખવામાં આવી છે. પ્રેમગીરીબાપુની સેવાઓ વખતે શ્રાવણમાસ દરમ્યાન યોજાતા ધાર્મિક કાર્યક્રમોના મુખ્ય યજમાન તરીકે સ્વ. લીલાવતીબેન જેઠાલાલ ઉકેડા ઠકકર પરિવાર (કુમરાવાળા) રહેતાં હતાં. પરંતુ તાજેતરમાંજ પ્રેમગીરીબાપુ બ્રહમલીન થતાં તેઓના સેવકગણો ધ્વારા ચાલુ વર્ષે દર દિવસના દાતા તરીકે દરેક ભક્તગણને લાભ મળે તે હેતુથી તિથિ દાતા નકકી કરવામાં આવેલા છે. જેમાં પ્રથમ દિવસના દાતા તરીકે દીપ્તાનંદજી (માંડવી) ત્યારબાદ સ્વ. પ્રેમજીભાઈ કુકીયા, સ્વ. નરોતમભાઈ ગોર, સ્વ. બેબીબેન સોઢા, સ્વ. લીલાવંતીબેન ઠકકર, હંસાબેન ગણાાત્રા, કિશોરસિંહ જાડેજા, લાલજીભાઈ રાઠોક ઠાકોર જયવીરસિંહ, સુશીલાબા જાડેજા, કમશ્રીબેન ગઢવી, દશરથબા જાડેજા, સ્વ. લીલાધરભાઈ કારીયા, લક્ષ્મીબેન ઠકકર, વિક્રમસિંહ જાડેજા, જયદિપસિંહ જાડેજા, ખેંગારજી જાડેજા, શૈલાબેન જોશી, સ્વ. ધનબાઈ વકોર, કસ્તુરબેન ઠકકર, જાલુભા જાડેજા, મહેશોજી સોઢા, રમેશભાઈ જોષી, શારદાબેન ઠકકર, વિનોદભાઈ ભીંડે, એ.પી.બાવા ગ્રુપ, રુદ્દગીરીજી બાપુ, સ્વ. વેલજીભાઈ ઉપાઘ્યાય, સ્વ. દિનકરભાઈ બાપટ, સ્વ. ખરાશંકરભાઈ બાપટ અને સ્વ. મહાવીરસિંહ જાકેજા રહેશે. આ ઉપરાંત દરરોજ મહાદેવ પર અભિષેક કરવાના થતાં ૫૧૦૦ બીલીપત્ર તેમજ ફળફુલના દાતા તરીકે ભુજના જાણીતા અગ્રણી વિનયભાઈ વિનોદભાઈ રેલોન (ઉષા ગ્રુપ) રહેશે.

આચાર્ય રાહુલભાઈ જોષી (નખત્રાણા)ના મુખ્ય આચાર્યપદે યોજાનારા આ માસિક ધાર્મિક કાર્યક્રમોમાં મુખ્યત્વે નિત્ય મહાદેવ, પ્રસ્થાપિત દેવોનું પુજન, રૂદ્રાભિષેક સાથે ૫૧૦૦ બીલીપત્રનો અભિષેક, શિવયજ્ઞ (હવન), શિવ સહસ્ત્ર નામના પાઠ, શિવ ચાલીસા, હનુમાન ચાલીસા, શિવ તાંડવ, સુંદરકાંડનો પઠન શાસ્ત્રી સાવનભાઈ જોષી, શાસ્ત્રી મોહનભાઈ જોષી, શાસ્ત્રી મીતભાઈ જોષી અને શાસ્ત્રી જયભાઈ જોષી કરાવશે. માસ દરમ્યાન ભંડારો પણ અવિરત ચાલુ રાખવામાં આવશે.આ ઉપરાંત ડુમરા બસ સ્ટેશનથી મંદિર સુધી પહોંચવા માટે વાહનોની નિશુલ્ક સુવિધા પણ આ સંસ્થાઓ દ્વારા કરવામાં આવી છે. શ્રાવણ માસના સોમવાર નિમિતે વિશિષ્ટ અભિષેક યજ્ઞ, સાંજે મહાઆરતી તેમજ રાત્રે કચ્છ- સૌરાષ્ટના નામાંક્તિ કલાકારો દ્વારા સંતવાણી પણ યોજાશે. જે અંતર્ગત પ્રથમ સોમવારે તા. ૧૭/૦૮/૨૦૨૬ના નીલેશભાઈ ગઢવી, પુનમબેન ગઢવી અને સ્થાનિક કરોડીયા ગામના સાહિત્યક એવા શ્યામભાઈ ગઢવીની સંતવાણી યોજાશે. દર સોમવારે યોજાનાર સંતવાણીમાં થનાર આવક જીવદયાના કાર્યોમાં વાપરવામાં આવશે તેવું ડુમરા વિસ્તાર વિકાસ સમિતિના ચેતન ગોરે જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે, આનંદેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં બારેમાસ ગાયોને નીરણ આપવામાં આવે છે તેમ છતાં શ્રાવણમાસ દરમ્યાન જીવદયાના કાર્યોને વેગ આપવા માટે સમગ્ર માસ દરમ્યાન ગાયોને નીરણ, પક્ષીઓને ચણ, શ્વાનોને રોટલાં, અબોલા જીવોને પીવાના પાણીની વ્યવસ્થાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર આયોજનને પાર પાડવા ડુમરા વિસ્તાર વિકાસ સમિતિ તેમજ ભાવેશ લકકી સેવા સ્મૃતિ ટ્રસ્ટ, ડુમરાના કાર્યકરો ઉપરાંત ડુમરા તેમજ આજુબાજુના ગામના વિષ્ણુ સમાજના ભાવિકગણ જહેમત ઉઠાવી રહ્યાં છે.