વિશ્વકર્માના જન્મદિવસે નોટબુક વિતરણ

ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના જન્મદિવસ નિમિત્તે ગુરુવારે ભુજ શહેર ભાજપ યુવા મોરચા દ્વારા શાળા નંબર ૧૭, ગણેશનગર ખાતે નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી હિતેશભાઈ ખંડોર અને ભીમજીભાઈ જોધાણી સહિત જિલ્લા-મંડલના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહયા હતા. નોટબુક વિતરણ દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.