માંડવીના ગુર્જર જૈન સમાજ મંચ દ્વારા માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ દિનેશભાઈ મણીલાલ શાહનું અભિવાદન કરાયું હતું. ત્રણગચ્છના ઉપાશ્રયમાં યોજાયેલાં કાર્યક્રમમાં સંસ્થાના અગ્રણી નરેશભાઈ શાહે જણાવ્યું હતું કે આ અભિવાદનમાં સંસ્થાના અગ્રણી નરેશભાઈ શાહ, એડવોકેટ ઉદયભાઈ શાહ અને અજીતભાઈ પટવા, નગરપાલિકાના સત્તાપક્ષના નેતા વિજયભાઈ ચૌહાણ, કાઉન્સિલર પારસભાઈ સંઘવી, માંડવી ત્રણગચ્છ જૈન સંઘના પ્રમુખ મયુરભાઈ શાહ, સેવામંડળના પ્રમુખ અશોકભાઈ શાહ, છ-કોટી જૈન સંઘના પ્રમુખ પુનિતભાઈ ભાછા, બાબાવાડી જૈન સંઘના સંજયભાઈ મહેતા (ડગાળાવાલા) અને મનસુખભાઈ જી. શાહ અને માંડવીની પ્રાથમિક શાળાના આચાર્યો જોડાયા હતાં.
માંડવીના અગ્રણીનું સન્માન

