ભુજ નગર પાલિકા વોર્ડ નં 4 આયોજિત ઇશ્રમ કાર્ડ, આભા કાર્ડ, આયુષ્માન કાર્ડ અને કેવાયસી કેમ્પ અજાણી ટાવર શક્તિ મહિલા સંગઠન કાર્યાલય ભાવેશ્વર નગર ખાતે યોજાયો હતો.ભુજ મત વિસ્તાર ના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, નગરપતિ શીતલ ભાઈ શાહ, કારોબારી ચેરમેન કમલ ભાઈ ગઢવી, ભુજ શહેર ભાજપ પ્રમુખ મિત ઠક્કર, અગ્રણી દેવરાજ ભાઈ ગઢવી, મહામંત્રી ભુજ શહેર ભાજપ જયદીપભાઈ, જીગર ભાઈ ઉપરાંત રાજેશ ગોર, હનીફ માજોઠી, ચીમનભાઈ તેમજ વોર્ડ નબર ચારના નગર સેવકો જાવેદ માજોઠી, હરેશ મહેશ્વરી, ભાવેશ્વર નગરના રહેવાસીઓ હાજર રહ્યા હતા વોર્ડના રહેવાસીઓએ વિવિધ સરકારી યોજનાઓના કાર્યોનો આ કાર્યક્રમ હેઠળ લાભ લીધો હતો લાભાર્થી વ્યવસ્થામાં અમીનાબેન જોડાયા હતા સંચાલન ડોલીબેન ભાવેશ ભાઈ શાહે કર્યું હતું. આયોજનની રૂપરેખા નગરસેવીકા બીનાબેન ભાનુશલીએ આપી હતી. આ પ્રસંગે શક્તિ મહિલા સંગઠનના કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું ધારાસભ્ય શ્રી પટેલ અને અન્ય હોદેદારોએ આ કાર્ય ને બિરદાવતા કાર્યશૈલી ચાલુ રાખો અમે સાથે છઈએ તેવી ખાત્રી આપી હતી. આવી રીતે લોકોને ઉપયોગી કાર્યો અવિરત રાખવાનો ચારેય નગરસેવકોએ વિશ્વાસ બતાવ્યો હતો.
ભુજના ચોથા વોર્ડમાં સરકારી યોજનાઓ માટેનો કેમ્પ યોજાયો

