નખત્રાણામાં પોલીસ સ્ટાફનો સફાઈ યજ્ઞ

નખત્રાણા પોલીસ મથકને ખરા અર્થમાં સ્માર્ટ પોલીસ સ્ટેશન બનાવવા માટે પોલીસ સ્ટાફએ સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું છે. આ કાર્યવાહી અંતર્ગત પક્ષીઓને પીવા માટે ચોગાનમાં પાણીના કુંડા પણ મૂકવામાં આવ્યા છે. તો કમ્પાઉન્ડ દિવાલ, ડી.વાય એસ પી કચેરીનું પ્રાંગણ તેમજ પોલીસ સ્ટેશન સંલગ્ન વિસ્તારમાં કર્મચારીઓએ શ્રમ યજ્ઞ કરી સ્વચ્છ કચેરીનું ઉદાહરણ આપવાનો પ્રયાસ કર્યો છે. અન્ય સરકારી કચેરીઓ પણ સ્વચ્છ રાખવા માટે ખુદ તેના કર્મચારીઓ જ શ્રમ યજ્ઞ કરે અને સ્વચ્છતા કેળવે તેવી શીખ પણ આ કાર્ય સાથે અપાઈ હતી. નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કર્મચારીઓ તેમજ જીઆરડી અને ટી આર બીના જવાનોએ સાથે મળી સ્માર્ટ પોલીસ સ્ટેશનને અર્થ મા સ્માર્ટ બનાવવા માટે આ સફાઈ ઝુંબેશ હાથ ધરી શ્રમયજ્ઞ સાથે પોતાની કચેરી કેમ સ્વચ્છ બને તેવો મેસેજ પણ આપ્યો હતી. તમામે સાથે મળી શ્રમ યજ્ઞ કરી આ સ્વચ્છતા અભિયાન કર્યું હતુંનખત્રાણા પીઆઇ એ એમ પટેલ ના માર્ગદર્શક હેઠળ પીએસઆઇ રાજેશ બેગડીયા સહીત નખત્રાણા પોલીસ સ્ટાફ ના કર્મચારીઓ તેમજ જીઆરડીના સભ્યોએ સાથે મળી મેદાનની સફાઈ કરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *