ભુજના તબીબ રાજેશ ગોરી દ્વારા વિશેષ નિઃશુલ્ક સેવા
ગાંધી જયંતિ નિમિત્તે ભુજના જાણીતા જનરલ સર્જન તબીબ ડૉ. રાજેશ ગૌરી (પ્રોફેસર અને હેડ, ડિપાર્ટમેન્ટ ઓફ જનરલ સર્જરી, GAIMS, ભુજ) દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ આરોગ્યલક્ષી સેવાનું આયોજન કરવામાં આવ્યું છે. ૨ ઓક્ટોબર ગાંધી જયંતિના આ વિશેષ દિવસે વડીલો માટે નિઃશુલ્ક ઓનલાઈન કન્સલ્ટેશન રાખવામાં આવ્યું છે. આ સેવાનો લાભ મેળવવા માટે જરૂરિયાતમંદ નાગરિકો અને તેમના પરિવારો ૯૮૨૫૨ ૯૮૧૫૩ નંબર પર વોટ્સએપ દ્વારા સંપર્ક કરી શકે છે.
સ્વસ્થ સમાજ તરફ અને “સ્વસ્થ વૃદ્ધ, સશક્ત પરિવાર, સમૃદ્ધ ભારતના મંત્ર સાથે આ પહેલ શરૂ કરવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વડીલોને ખુશ, સ્વસ્થ અને અર્થપૂર્ણ વૃદ્ધાવસ્થા તરફ દોરી જવાનો છે.
ડૉ. ગોરી દ્વારા વરિષ્ઠ નાગરિકોને તંદુરસ્ત જીવન જીવવા માટે કેટલીક મહત્વપૂર્ણ સલાહ આપવામાં આવી છ. નિયમિત બ્લડ પ્રેશર ચેક કરાવવું અને ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવું. હૃદયની વિશેષ કાળજી લેવી અને હાડકાં-સાંધાની સંભાળ રાખવી. નિયમિત હળવી કસરત અને ચાલવા જવું તથા માનસિક તણાવથી દૂર રહેવું. પરિવાર સાથે ગુણવત્તાસભર સમય વિતાવવો અને પૂરતી ઊંઘ લેવી. પૂરતું પાણી પીવું, ધૂમ્રપાનથી દૂર રહેવું અને દારૂનું સેવન બંધ કે ઓછું કરવું. તેવું તેમણે જણાવ્યું છે. બાપુના જીવનમાંથી પ્રેરણા લઈ વડીલોને સરળ જીવન જીવવા, સાત્વિક આહાર લેવા, પ્રકૃતિ સાથે જોડાયેલા રહેવા અને શરીર, મન તેમજ આત્માનો સમતોલ વિકાસ કરવા આ નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પમાં જોડાવવા આહવાન કરવામાં આવ્યું છે.

