૫૦ મહિલાની તપાસ, ૨૭ ઓપરેશન કરાયા
ભોજાય સર્વોદય ટ્રસ્ટ દ્વારા પ્રતિ મહિને યોજાતી હીંરોગ શિબિરના ભાગરૂપે આ મહિનાની શિબિર ૨૫ થી ૨૭ સપ્ટેમ્બર દરમિયાન યોજાઈ હતી. આ શિબિરમાં ગર્ભાશયની ગાંઠ, અંડાશયની ગાંઠ અને વંધ્યત્વ જેવા પ્રજનન અવયવોના રોગોથી પીડાતી ૫૦ મહિલાઓની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી ૨૭ મહિલાઓ પર લેપ્રોસ્કોપી પ્રોસીઝરથી ઓપરેશન કરવામાં આવ્યા હતા.
આ તમામ ઓપરેશન જશોદા હોસ્પિટલના નિષ્ણાત તબીબો ડૉ. સુદેશના રોય, ડૉ. શાલિની બાફીલા, ડૉ. ઋતુજા નાર્વેકર, ડૉ. સુમિત નંદા તથા ભુજના ડૉ. દેવેન જોગલ, ડૉ. ઓમ ફફરીયા અને ડૉ. સિલ્વર્ષી પાટીલે કર્યા હતા.દર્દીઓને એનેસ્થેસિયા આપવાની કામગીરી ડૉ. શુબનમ અને ડૉ. પાર્થ રાઠોડે સંભાળી હતી. જ્યારે દાખલ દર્દીઓના લેબ રિપોર્ટની જવાબદારી ગિરીશ શર્મા, સરબજીત વેદરાજ અને નીતિન બુચીયાએ નિભાવી હતી. કેમ્પનું સંચાલન નવીન મારવાડાએ કર્યું હતું. વોર્ડ નર્સ તરીકે સંગીતા જાદવ, આયેશા, સુનિતા બડગા, નર્મદા માતંગ અને મહેર મોકરસીએ સેવા આપી હતી.ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ તરીકે હરેશ મારવાડા, સંજય બડગા, સાગર ભર્ચા, હિંમત, કરશન અને હરીશ ગોસરે હાજરી આપી હતી, જ્યારે વોર્ડની અન્ય ફરજો બકેરચંદ શાહ, મુળજી, નવીન અને લાલજીએ બજાવી હતી. કેમ્પ દરમિયાન તરલા ગોસર, સુશીલા પાસડ, અરૂણા ગાલા અને ઝવેરી ગાલાએ સ્વયંસેવકો તરીકે યોગદાન આપ્યું હતું.
આ શિબિર દરમિયાન બે દર્દીઓના ગર્ભાશયમાંથી ૩-૩ કિલોની મોટી ગાંઠો કાઢવામાં આવી હતી. આ જટિલ ઓપરેશનો માટે જરૂરી ૪ બોટલ લોહીની પૂર્તિ જીવન જ્યોત બ્લડ બેંક દ્વારા કરવામાં આવી હતી. આ શિબિર લક્ષ્મીબેન લાલજી તેજસી સાવલાની સ્મૃતિમાં પ્રીતિબેન રાજેશ લાલજી સાવલા તરફથી પ્રયોજિત કરવામાં આવી હતી.

